Home> World
Advertisement
Prev
Next

China માં વળી પાછો કોરોનાનો કહેર, 40 લાખની વસ્તીવાળા આ શહેરમાં તાબડતોબ લાગ્યું લોકડાઉન

ચીનમાં કોરોનાનો જે કહેર ગત વર્ષ જાન્યુઆરીથી શરૂ થયો હતો તેના પાછા ફરવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

China માં વળી પાછો કોરોનાનો કહેર, 40 લાખની વસ્તીવાળા આ શહેરમાં તાબડતોબ લાગ્યું લોકડાઉન

બેઈજિંગ: ચીનમાં કોરોનાનો જે કહેર ગત વર્ષ જાન્યુઆરીથી શરૂ થયો હતો તેના પાછા ફરવાનું જોખમ તોળાઈ રહ્યું છે. ચીનમાં 100 કરોડથી વધુ નાગરિકોને કોરોના રસીના બંને ડોઝ લાગી ગયા છતાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આ જ કારણ છે કે ચીને 40 લાખની વસ્તીવાળા શહેર લાનઝોઉમાં લોકડાઉન લગાવી દીધુ છે. લાનઝોઉ શહેર પ્રશાસને મંગળવારે કહ્યું કે તમામ રહેણાંક મકાનોને સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયા છે. કોઈને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નહીં રહે. ચીનની રાજધાની બેઈજિંગમાં પણ કોરોનાના કેસે દહેશત ફેલાવી છે. લોકો કોવિડ ટેસ્ટસેન્ટરની બહાર લાંબી લાઈન લગાવી રહ્યા છે. 

fallbacks

પ્રશાસનનું કહેવું છે કે કોરોના વાયરસના વધતા કેસને રોકવા માટે આ પગલું લેવાઈ રહ્યું છે. નાગરિકોને કહેવાયું છે કે ઈમરજન્સી જરૂરિયાતોને બાદ કરતા ઘરની બહાર ન નીકળવું. લાનઝોઉ પ્રશાસને તમામ સ્થાનિક કચેરીઓ, રહેણાંક કોલોની અને અન્ય સંસ્થાઓને કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાનું કહ્યું છે,. 

ચીનમાં 29 કોરોના દર્દીઓની ભાળ મળી છે. જેમાંથી મોટાભાગના આ શહેરના હોવાનું કહેવાય છે. ચીન સરકારનું કહેવું છે કે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના કેસ અનેક શહેરમાંથી સામે આવી રહ્યા છે. તેઓ આ માટે બહારથી ચીન આવી રહેલા લોકોને જવાબદાર ઠેરવી રહ્યા છે. 

ચીનના નેશનલ હેલ્થ કમિશને બે દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે દેશમાં 224 કરોડથી વધુ કોરોના રસી અપાઈ ચૂકી છે અને તેઓ રસીકરણ અભિયાન પૂરું કરવા તરફ છે. જો કે કોરોનાના વધતા કેસે ચિંતા વધારી દીધી છે. ચીનમાં ગત વર્ષે જાન્યુઆરીમાં કોરોનાના સૌથી પહેલા કેસની જાણ થઈ હતી. કહેવાય છે કે ચીનના શહેર વુહાનના માંસ બજારથી જ વાયરસ ફેલાયો અને પછી તો આખી દુનિયા તેની ઝપેટમાં આવી ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More