Home> World
Advertisement
Prev
Next

લો બોલો...ચીન હવે રીંછનો ઉપયોગ કરીને જીવલેણ વાયરસને કહેશે 'ભાગ કોરોના ભાગ'

કોરોના વાયરસની રસી શોધવા માટે ચીને પોતાના ડોક્ટરોને જંગલી જાનવરોના અંગોમાંથી દવા તૈયાર કરવાનું કહ્યું છે. ચીનની સરકારને એવું લાગે છે કે રીંછના ગોલ બ્લેડરમાં જે તળ પદાર્થ રહેલો છે તેમાંથી બનેલી દવા કોરોનાના દર્દીઓને સાજા કરી દેશે. 

લો બોલો...ચીન હવે રીંછનો ઉપયોગ કરીને જીવલેણ વાયરસને કહેશે 'ભાગ કોરોના ભાગ'

નવી દિલ્હી: કોરોના વાયરસની રસી શોધવા માટે ચીને પોતાના ડોક્ટરોને જંગલી જાનવરોના અંગોમાંથી દવા તૈયાર કરવાનું કહ્યું છે. ચીનની સરકારને એવું લાગે છે કે રીંછના ગોલ બ્લેડરમાં જે તળ પદાર્થ રહેલો છે તેમાંથી બનેલી દવા કોરોનાના દર્દીઓને સાજા કરી દેશે. 

fallbacks

ચીને ચામાચિડીયાથી કોરોના ફેલાવ્યો
હવે સવાલ એ ઊભો થાય છે કે ચામાચિડીયાથી કોરોના વાયરસ ફેલાયો હોવાની વાત કરનારા ચીનની વાત પર કેટલો ભરોસો મૂકી શકાય. દુનિયામાં દસ લાખથી વધુ લોકો કોરોના વાયરસનો ભોગ બની ચૂક્યા છે. મોતનો આંકડો ઘટવાનું નામ લેતો નથી. ચીનના વુહાન શહેરમાંથી જ ચામાચિડીયા દ્વારા કોરોના ફેલાયો હોવાના સૌપ્રથમ અહેવાલો આવ્યાં હતાં પરંતુ ચીને હવે જે ફોર્મ્યુલા કાઢ્યો છે તેનાથી જાનવરો પર તો ચોક્કસપણ આફત આવી છે. 

21 દિવસનું લોકડાઉન પૂરું થશે તો પણ એર ઈન્ડિયા નહીં કરે ટિકિટોનું બુકિંગ, જાણો કારણ

હવે રીંછથી કોરોનાને ભગાડશે?
હવે ચીને કોરોના વાયરસના તોડ તરીકે જે ચાઈનીઝ નુસ્ખો આપ્યો છે તે છે રીંછનું પિત્ત, બકરીના શિંગડા અને ત્રણ છોડના સત ભેળવીને કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો છે. ગંભીર રીતે બીમાર લોકોને નવી દવાની ભલામણ કરી છે. 

કોરોનાની સારવારનો ચાઈનીઝ નુસ્ખો?
ચીનમાં જીવતા જાનવરોને ખાવાની અને તેમાંથી દવા બનાવવાની પરંપર હજારો વર્ષો જૂની છે. ચીનમાં 54 પ્રકારના જંગલી જીવજંતુને ફાર્મમાં પેદા કરીને તેમને ખાવાની મંજૂરી છે. આ સૂચિમાં ઓટર, શાહમૃગ, કાચબા, મગર પણ તેમાં સામેલ છે. 

અનેક અભ્યાસકર્તાઓું માનવું છે કે કોરોનાનો વાયરસ ચામાચિડીયા, સાપ, પેંગોલિન, કે અન્ય કોઈ જાનવરથી પેદા થયો. ચીને પોતે કહ્યું હતું કે વુહાનની એનિમલ માર્કેટથી કોરોના વાયરસ સૌથી પહેલા આવ્યો. 

જુઓ LIVE TV

કોરોનાની વેક્સિન, સટીક સારવાર ક્યારે ઉપલબ્ધ થશે, કેવી રીતે બનશે? તો તો કોઈ જાણતું નથી પરંતુ ચાઈનીઝ વાયરસના કારણે આખી દુનિયા હેરાન પરેશાન છે અને હાલ તેમાંથી બચવાનો કોઈ રસ્તો દેખાતો નથી. ચીનની આ પહેલી કરતૂત નથી, તેની દાનત જ આવી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More