Home> World
Advertisement
Prev
Next

હોંગકોંગમાં લાખો લોકો પર બર્બરતા આચરવાની તૈયારીમાં ચીન, સેંકડો બુલેટપ્રુફ ગાડીઓ તહેનાત

એકબાજુ જ્યાં ચીન કાશ્મીર મામલે 'ચૌધરી' બનવાની કોશિશ કરી રહ્યું છે ત્યાં બીજી બાજુ હોંગકોંગમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદર્શન કરી રહેલા લાખો લોકો પર દમન આચરવાની તૈયારીમાં છે. ચીને હોંગકોંગ સરહદ સીલ કરીને તેની નજીક પોતાની સેંકડો બુલેટપ્રુફ ગાડીઓ તહેનાત કરી દીધી છે. આ સાથે જ સેનાની માર્ચ કરાવીને પ્રદર્શનકારીઓને જેમ બને તેમ જલદી પ્રદર્શન ખતમ કરવાનું કહ્યું છે,  નહીં તો તેમને ટારગેટ કરવાની પણ ચેતવણી ઉચ્ચારી છે. ચીની સૈનિકોની આ પરેડને હોંગકોંગમાં લોકતંત્રના સમર્થનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને જોડીને જોવામાં આવી રહી છે. 

હોંગકોંગમાં લાખો લોકો પર બર્બરતા આચરવાની તૈયારીમાં ચીન, સેંકડો બુલેટપ્રુફ ગાડીઓ તહેનાત

નવી દિલ્હી: એકબાજુ જ્યાં ચીન કાશ્મીર મામલે 'ચૌધરી' બનવાની કોશિશ કરી રહ્યું છે ત્યાં બીજી બાજુ હોંગકોંગમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદર્શન કરી રહેલા લાખો લોકો પર દમન આચરવાની તૈયારીમાં છે. ચીને હોંગકોંગ સરહદ સીલ કરીને તેની નજીક પોતાની સેંકડો બુલેટપ્રુફ ગાડીઓ તહેનાત કરી દીધી છે. આ સાથે જ સેનાની માર્ચ કરાવીને પ્રદર્શનકારીઓને જેમ બને તેમ જલદી પ્રદર્શન ખતમ કરવાનું કહ્યું છે,  નહીં તો તેમને ટારગેટ કરવાની પણ ચેતવણી ઉચ્ચારી છે. ચીની સૈનિકોની આ પરેડને હોંગકોંગમાં લોકતંત્રના સમર્થનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને જોડીને જોવામાં આવી રહી છે. 

fallbacks

કાશ્મીર મુદ્દે UNSCની આજે 'બંધ બારણે' ચર્ચા, મોટા ભાગના દેશો ભારતના પક્ષમાં

હોંગકોંગની સરહદે આવેલા શેનઝેનમાં ચીની આર્મી દેખાવકારોને ડરાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહી છે. આ એજ ચીનની બેવડી નીતિ છે જે કાશ્મીર મુદ્દે તો UNSCમાં પાકિસ્તાનની પેરવી કરવાની વાત કરી રહ્યો છે. હોંગકોંગની સરહદે પ્રદર્શન કરી રહેલા લોકોને ડરાવવા માટે ચીને શેનઝેન શહેરના એક મોટા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ગુરુવારે હજારો ચીની સૈનિકોની પરેડ કરાવી અને આ દરમિયાન અનેક બુલેટપ્રુફ ગાડીઓ પણ જોવા મળી જે આતંકી હુમલાઓને પહોંચી વળવા માટે રચાયેલા ચીનના વિશેષ સુરક્ષા દળ પીપલ્સ આર્મ્ડ પોલીસના જવાનો સાથે હતી. 

જુઓ LIVE TV

જો કે હોંગકોંગ મુદ્દે ચીન ગમે તેટલા પેંતરા અજમાવી લે પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં તેણે જરૂર ફજેતી સહન કરવી પડે તેમ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સંયુક્ત રાષ્ટ્રે હોંગકોંગ મામલે મહત્વની બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. કારણ કે ચીનની ધમકીએ થિયાનમેન ચોક પર 30 વર્ષ અગાઉ ચીન તરફથી કરાયેલા બર્બર નરસંહારને દોહરાવવાની ચિંતા વધારી દીધી છે. અત્રે જણાવવાનું કે થિયાનમેન ચોક નરસંહારમાં હજારો લોકતંત્ર સમર્થકોના જીવ ગયા હતાં જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More