Home> World
Advertisement
Prev
Next

ભારતે લદ્દાખમાં કેન્દ્રશાસિત પ્રદેશની ગેરકાયદેસર રીતે કરી રચના, અમે નથી આપતા માન્યતાઃ ચીન

ladakh standoff: ચીનના વિદેશ મંત્રાલયે કહ્યુ કે, ભારતે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશની રચના ગેરકાયદેસર રીતે કરી છે. તેણે કહ્યું કે, અમે ભારતના સૈન્ય લશ્કરી હેતુ માટે માળખાગત નિર્માણનો વિરોધ કરીએ છીએ. 

 ભારતે લદ્દાખમાં કેન્દ્રશાસિત પ્રદેશની ગેરકાયદેસર રીતે કરી રચના, અમે નથી આપતા માન્યતાઃ ચીન

પેઇચિંગઃ ભારતની સાથે વાતચીતની આડમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર હજારોની સંખ્યામાં સૈનિક અને મિસાઇલોની તૈનાતી કરનાર ચીને કહ્યું કે, તે લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાને માન્યતા આપતું નથી. ચીનના વિદેશ મંત્રાલયના વાંગ વેનબિને કહ્યુ કે, ભારતે લદ્દાખની સ્થાપના ગેરકાયદેસર રીતે કરી છે. ચીની પ્રવક્તાએ તે પણ કહ્યું કે, અમે વિવાદિત વિસ્તારમાં ભારતના સૈન્ય લશ્કરી હેતુ માટે માળખાગત નિર્માણનો વિરોધ કરીએ છીએ. 

fallbacks

ભારત અને ચીન વચ્ચે છેલ્લા 5 મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. ગલવાન ઘાટીમાં બંન્ને દેશની સેનાઓ વચ્ચે ઘર્ષણ બાદથી સરહદ પર તણાવપૂર્ણ માહોલ છે. આ વચ્ચે ચીનને પોતાની તાકાતનો અહેવાસ કરાવવા માટે ભારતે સરહદ પર પોતાની સૌથી શક્તિશાળી મિસાઇલને તૈનાત કરી છે. નિર્ભય નામની આ મિસાઇલ જમીનથી જમીન પર માર કરવામાં સક્ષમ છે. 
 

આ અભિનેત્રીના મૃત્યુ બાદ જાપાનમાં વધ્યા આત્મહત્યાના કેસ, સરકારની ચિંતા વધી
 

નિર્ભય ક્રૂઝ મિસાઇલની મારક ક્ષમતા 1000 કિમી રેન્જ સુધી જણાવવામાં આવે છે. એક્સપર્ટ પ્રમાણે નિર્ભય મિસાઇલનું નિશાન અચૂક છે. નિર્ભયને ડીઆરડીઓએ વિકસિત કરી છે અને તે સંપૂર્ણ રીતે ભારતમાં બનેલી સ્વદેશી મિસાઇલ છે. નિર્ભયની આ પ્રથમ તૈનાતી છે. પાછલા સાત વર્ષોમાં તે ટેસ્ટિંગની પ્રક્રિયામાં હતા. તે કોઈપણ હવામાનમાં દુશ્મનના ઠેકાણાને તબાહ કરવાની ક્ષમતા રાખે છે. સૂત્રો પ્રમાણે તિબ્બેટ સુધી માર કરવાની ક્ષમતા નિર્ભયમાં છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More