ચીન પોતાની કોઈને કોઈ શોધ માટે હંમેશા ચર્ચામાં રહે છે. જેમાં હવે ચીને એવી કંઈક શોધ કરી છે કે જેનાથી આખી દુનિયાને મોટી રાહત મળી શકે છે. ચીને નિર્માણાધીન બિલ્ડીંગ સાઈટ પર થતાં પ્રદૂષણને રોકવા માટે નવો ઉપાય અજમાવ્યો છે. જેનાથી વાયુ પ્રદૂષણની સાથે સાથે ધ્વનિ પ્રદૂષણથી પણ લોકોને મોટી રાહત મળશે. ત્યારે ચીનની કઈ શોધ હાલ ચર્ચાનું કેન્દ્ર બની?.
માત્ર 22,000 મતની સામે ગુજરાતની 5 પાર્ટીને 23160000000 રૂપિયા મળ્યા, ADRનો રિપોર્ટ
માત્ર 17 સેકંડ અને 20 હજાર સ્ક્વેર મીટરનો વિસ્તાર મોટા ફૂગ્ગાથી ઢંકાઈ જશે. ચોંકી ગયા ને...પરંતુ આ હકીકત છે. આ વીડિયો ચીનના જિનાન શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં મુખ્ય વિસ્તારમાં થઈ રહેલાં બાંધકામથી પ્રદૂષણ ના ફેલાય તે માટે 50 મીટર ઉંચો ફૂગ્ગો ફૂલાવીને જગ્યાને ઢાંકી દેવામાં આવી. બાંધકામ સાઈટ પર થનારા પ્રદૂષણને રોકવા માટે ચીનમાં અનોખી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો.
કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો તે પણ જાણી લો...આ વિશાળકાય ફુગ્ગાને PDVF- કોટેડ પોલિએસ્ટરથી બનાવવામાં આવ્યો છે. આ ફૂગ્ગામાં હવા ભરવા માટે 4 મોટા પંખા લગાવવામાં આવ્યા. ફૂગ્ગો ફૂલાવ્યા પછી આખી બાંધકામ સાઈટ ઢંકાઈ જશે. તેમ છતાં પણ સૂર્યપ્રકાશ પહોંચશે અને લાઈટની જરૂર નહીં પડે. આ ફૂગ્ગા માટે 50 મિલિયન ડોલર એટલે 430 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય! આ 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, વાવાઝોડા જેવો..
વિશાળ ફૂગ્ગો કહો કે ગુંબજ...જેનાથી આખી બાંધકામ સાઈટ ઢંકાઈ જવાથી પ્રદૂષણમાંથી મોટી રાહત મળશે. સોશિયલ મીડિયા યૂઝર્સ ચીનના આ આઈડિયાના વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે પ્રદૂષણ સામે ચીનની સરકારના આ પ્રયાસની પ્રશંસા કરવી જોઈએ. જોકે આ ઉપાય બહુ ખર્ચાળ છે અને દરેક નિર્માણાધીન બિલ્ડીંગ પર તેનો ઉપયોગ થઈ શકે તેમ નથી.
આ ફૂગ્ગાથી બે પ્રદૂષણમાં મોટી રાહત મળે છે. કઈ રીતે?...આવો સમજીએ...
ફૂગ્ગો ફૂલી ગયા પછી નેગેટિવ પ્રેશર અને એર ફિલ્ટ્રેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. તેનાથી બાંધકામ સાઈટની ધૂળ-માટી હવામાં જતી નથી. જેના કારણે આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છ હવા યથાવત રહે છે. આ ફૂગ્ગો બાંધકામ સાઈટમાં થનારા અવાજને પણ બહાર જવા દેતો નથી. એટલે લોકોને ધ્વનિ પ્રદૂષણથી પણ મોટી રાહત મળે છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદના વમળમાં ફસાઈ; સારવાર ન મળતા દર્દીના મોતના આરોપ
હાલ તો ચીનની અનોખી ટેકનોલોજી ફરી એકવાર ચર્ચામાં છે. આ પહેલાં ચીને બનાવેલા મચ્છર જેવા ડ્રોન અને આગ લાગે ત્યારે પાણી છાંટી શકે તેવા ડ્રોન ખૂબ વાયરલ થયા હતા. આશા રાખીએ કે આવા ફૂગ્ગાની કિંમત સસ્તી થાય. જેથી આખી દુનિયામાં બાંધકામ સ્થળોથી થતું વાયુ પ્રદૂષણ અટકી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે