Home> World
Advertisement
Prev
Next

ગૂમ થઈ ગયેલી ચીનની સૌથી સુંદર અભિનેત્રી આખરે સામે આવી, પોતાની કરતૂત પર માફી માંગી

ચીનની સૌથી વધુ કમાણી કરતી અને ચર્ચિત અભિનેત્રી ફેન બિંગબિંગ આખરે સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી ગઈ.

ગૂમ થઈ ગયેલી ચીનની સૌથી સુંદર અભિનેત્રી આખરે સામે આવી, પોતાની કરતૂત પર માફી માંગી

બેઈજિંગ: ચીનની સૌથી વધુ કમાણી કરતી અને ચર્ચિત અભિનેત્રી ફેન બિંગબિંગ આખરે સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી ગઈ. છેલ્લા 3 મહિનાથી તે ગુમ હતી. તેના પર કરોડો ડોલરનો ટેક્સ ચડ્યો હતો. જ્યારથી તે ગાયબ થઈ હતી ત્યારથી ચીનમાં જાત જાતની અટકળો અને આશંકાઓ થઈ રહી હતી. પરંતુ હવે લાંબા સમયના વિરામ બાદ આ અફવાઓ ઉપર પૂર્ણવિરામ લાગી ગયુ છે. તેણએ વીબો (Weibo) પર પોતાના ચાહકોને જવાબ આપ્યો. (Weibo) ટ્વિટર જેવી જ એક માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ છે જે ચીનમાં ચાલે છે. ફેન ચૂપ્પી તોડતા પોતાના પ્રશંસકો પાસે માફી માંગી છે. 

fallbacks

fallbacks

ફેને પોતાના સંદેશમાં લખ્યું કે હાલના સમયમાં મેં ખુબ દર્દ અને યાતનાઓ ભોગવ્યાં છે. મેં જે કઈ કર્યું છે તેના માટે હું ખુબ શરમિંદા છું અને મેં જે કર્યું છે, તેના માટે તમારી દોષિત છું. હું આ માટે તમારા બધાની માફી માંગુ છું. ત્રણ મહિના સુધી ગાયબ રહ્યા બાદ ફેનનો આ પહેલો સંદેશ છે. તેના પર 10.29 કરોડ ડોલરનો ટેક્સ બાકી હતો. તે ચીનની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી છે. 

fallbacks

એવું કહેવાય છે કે ફેન ગાયબ હતી ત્યારે બેઈજિંગથી બહાર હતી પરંતુ હવે પાછી ફરી છે. એવું પણ કહેવાય છે કે ચીનના આવકવેરા વિભાગે તેના વિરુદ્ધ તપાસ પૂરી કરી છે. કેટલાક લોકો માને છે કે ફેનને એક રિસોર્ટમાં ટેક્સ અધિકારીઓએ પૂરી રાખી હતી, પરંતુ કેટલાક લોકો તેને સાચુ માનતા નથી. તેમનું કહેવું છે કે હવે આ કેસ સેટલ થઈ ચૂક્યો છે. 

fallbacks

ફેન બિંગબિંગ ચીનમાં જેકી ચેન બાદ સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી છે. વીબો પર તેના 6.2 કરોડ ફોલોઅર્સ છે. ચીનની બહાર ફેનને ત્યારે ઓળખ મળી જ્યારે તે એક્સ મેન અને આઈરન મેન જેવી હોલિવૂડ ફિલ્મોનો ભાગ બની. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More