Home> World
Advertisement
Prev
Next

મસૂદ મુદ્દે ભારત સહિત વૈશ્વિક દબાણ સામે ઝૂક્યું ચીન કે પછી નવો પેંતરો? ચીની રાજદૂતનું મોટું નિવેદન

પુલવામા આતંકી હુમલાના દોષિત અને પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરને લઈને ભારતમાં ચીની રાજદૂત લુઓ ઝાઓહુઈએ મોટું નિવેદન આપ્યું છે.

મસૂદ મુદ્દે ભારત સહિત વૈશ્વિક દબાણ સામે ઝૂક્યું ચીન કે પછી નવો પેંતરો? ચીની રાજદૂતનું મોટું નિવેદન

નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાના દોષિત અને પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરને લઈને ભારતમાં ચીની રાજદૂત લુઓ ઝાઓહુઈએ મોટું નિવેદન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવનો છેદ ઉડાવનારા ચીનના ભારત  ખાતેના રાજદૂતે કહ્યું કે 'મારો વિશ્વાસ કરો, મસૂદ અઝહરનો મામલો બહુ જલદી ઉકેલાઈ જશે.'

fallbacks

દિલ્હી સ્થિત ચીની દૂતાવાસમાં હોળી સમારોહ દરમિયાન ચીની રાજદૂત લુઓ ઝાઓહુએ સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું  કે આ મામલાનો બહુ જલદી ઉકેલ આવી જશે. ચીન તરફથી આ માત્ર ટેક્નિકલ હોલ્ડ છે. તેનો અર્થ એ છે કે આ મામલે વધુ વિચાર અને અભ્યાસ માટે સમય લેવામાં આવ્યો છે. મારો વિશ્વાસ કરો, આ મામલે જલદી ઉકેલ આવી જશે. ચીની રાજદૂતે કહ્યું કે મસૂદ અઝહરના મુદ્દાને અમે સંપૂર્ણ રીતે સમજીએ છીએ અને તેના પર ભરોસો કરીએ છીએ. અમે આ મામલે ભારતની ચિંતાને સમજીએ છીએ, આ મામલે જલદી ઉકેલ આવશે. 

fallbacks

અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર ચીને અડિંગો લગાવ્યો છે. ચીને ચોથીવાર વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર રોક લગાવી છે. જ્યારે આ પ્રસ્તાવ પર ભારતને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનનું ભરપૂર સમર્થન મળેલું છે.  

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More