Home> World
Advertisement
Prev
Next

આતંકી હુમલાથી ડરેલા Chinese Engineers ને ઈમરાન ખાન પર નથી ભરોસો, હાથમાં AK-47 લઈ કરે છે કામ

પાકિસ્તાનમાં થયેલા આતંકી હુમલાથી ચીની નાગરિકો એ હદે ડરી ગયા છે કે હવે તેમણે પોતાની સુરક્ષા માટે જાતે હથિયારો ઉઠાવી લીધા છે.

આતંકી હુમલાથી ડરેલા Chinese Engineers ને ઈમરાન ખાન પર નથી ભરોસો, હાથમાં AK-47 લઈ કરે છે કામ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં થયેલા આતંકી હુમલાથી ચીની નાગરિકો એ હદે ડરી ગયા છે કે હવે તેમણે પોતાની સુરક્ષા માટે જાતે હથિયારો ઉઠાવી લીધા છે. સોશિયલ મીડિયા પર અનેક તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં CPEC પ્રોજેક્ટ્સ પર પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચાઈનીઝ એન્જિનિયર એકે-47 લઈને જોવા મળે છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં એક બસમાં વિસ્ફોટ થયો હતો જેમાં 9 ચીની એન્જિનિયરોના મોત થયા હતા. 

fallbacks

સિક્યુરિટી આશ્વાસન છતાં ઉઠાવ્યા હથિયાર
પાકિસ્તાનમાં પોતાના નાગરિકોના મોતથી ચીન એ હદે ધૂંધવાયું છે કે તેણે તપાસ માટે પોતાની એક ટીમ મોકલી છે. આ બાજુ પોતાના આકાઓને ખુશ કરવા માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ તમામ ચીની નાગરિકોની સુરક્ષાનો ભરોસો વ્યક્ત કર્યો છે. પરંતુ ચીન-પાક આર્થિક કોરિડોર(CPEC) ના કામકાજમાં લાગેલા ચાઈનીઝ વર્કર્સનો ડર દૂર થયો નથી. તેમણે પોતાની સુરક્ષા માટે ટૂલકિટ છોડીને એકે-47 જેવા હથિયાર ઉઠાવી લીધા છે. 

વર્કર્સ પાસે AK-47 ક્યાંથી આવી?
પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચીની નાગરિકોને લાગે છે કે ઈમરાન ખાન સરકાર તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે અને આગળ પણ તેમને જીવનું જોખમ થઈ શકે છે. આથી હવે તેમણે પોતે જ હથિયારો ઉઠાવી લીધા છે. નોંધવા જેવી વાત એ છે કે આખરે તેમની પાસે આવા ઘાતક હથિયારો આવ્યા ક્યાંથી? શું ચીને પોતે જ પોતાના નાગરિકોને આ હથિયારો આપ્યા છે કે પછી તે તાલિબાન સાથે વધતી નીકટતાના પુરાવા છે? જો આ સવાલનો જવાબ હા હોય તો પણ પાકિસ્તાન કશું કરી શકે નહીં. કારણ કે ચીની નાગરિકોની મનમાનીના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. 

Afghanistan ના ઉપરાષ્ટ્રપતિએ શેર કર્યો ભારતીય સેનાના પરાક્રમનો ઐતિહાસિક PHOTO, પાકિસ્તાન રાતું ચોળ થયું

Army Vehicles માં જાય છે રેડ લાઈટ વિસ્તારોમાં
થોડા સમય પહેલા ચીની કામદારોની પાકિસ્તાની સેનાના અધિકારી સાથે માથાકૂટ થઈ હતી. જેનો રિપોર્ટ અધિકારીએ વરિષ્ઠ અધિકારીને આપ્યો હતો. પરંતુ ચીનીઓ પર કાર્યવાહી કરવાની જગ્યાએ અધિકારીને જ ચૂપ કરી દેવાયો. એવી પણ વાત સામે આવી કે ચીની નાગરિકો રેડ લાઈટ વિસ્તારમાં જવા માટે પાકિસ્તાની સેનાના વાહનનો ઉપયોગ કરે છે. જેના પર ઈમરાન સરકાર અને સેના ચૂપ છે. 

Special Security Divisions પર સવાલ
ચીની કર્મચારીઓ એકે-47 સાથે કામ કરે છે તેના કારણે પાકિસ્તાનની એ બે સ્પેશિયલ સિક્યુરિટી ડિવિઝન પર સવાલ ઊભા થાય છે જે પાકિસ્તાને ચીનીઓની સુરક્ષા માટે બનાવી હતી. સપ્ટેમ્બર 2016માં 34 લાઈટ ઈન્ફેન્ટ્રી ડિવિઝન અને 2020માં 44 લાઈટ ઈન્ફેન્ટ્રી ડિવિઝનને અમલમાં લાવવામાં આવી હતી. પ્રત્યેક ડિવિઝનમાં 15000 સૈનિકો છે. પરંતુ આમ છતાં ચીની નાગરિકોને પોતાની સુરક્ષાનો ડર સતાવે છે. 

China ના Henan Province માં પૂરનો કહેર, અત્યાર સુધી 12ના મોત, 2 લાખ લોકોને રેસ્ક્યૂ કરાયા

Jinping નો ડ્રીમ પ્રોજેક્ટ છે CPEC
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ડ્રીમ પ્રોજેક્ટ છે CPEC. જે ચીનના પશ્ચિમ વિસ્તારને પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં ગ્વાદર પોર્ટ સાથે જોડે છે. તેનો હેતુ ચીની ઉત્પાદનોને પશ્ચિમ એશિયામાં એક વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાનો છે. જો કે પ્રોજેક્ટની વ્યવહાર્યતા અને નાણાકીય પ્રભાવ અંગે અનેક સવાલ ઉઠતા રહ્યા છે. કહેવાય છે કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પોતાના નાગરિકોની સુરક્ષા માટે પાકિસ્તાન સરકારને આર્થિક મદદ પણ ઉપલબ્ધ કરાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More