Home> World
Advertisement
Prev
Next

મુસલમાનો પર અત્યાચાર : ચીનમાં મસ્જિદ તોડવા ગયેલી પોલીસ અને લોકો વચ્ચે બબાલ, વીડિયો થયા વાયરલ

China Najiaying Mosque: ચીનમાં મુસલમાનો પર અત્યાચારનો સિલસિલો અટકી રહ્યો નથી. ચીનમાં મસ્જિદની ગુંબજવાળી છત તોડવા માટે આવેલી પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચેની અથડામણનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન પોલીસને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

મુસલમાનો પર અત્યાચાર : ચીનમાં મસ્જિદ તોડવા ગયેલી પોલીસ અને લોકો વચ્ચે બબાલ, વીડિયો થયા વાયરલ

China Mosque: ચીનના (China) દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં સ્થિત મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં શનિવારે (27 મે) ના રોજ સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. તેની પાછળનું કારણ એ હતું કે આ વિસ્તારમાં સદીઓ જૂની મસ્જિદની ગુંબજવાળી છત તોડવા માટે સ્થાનિક પોલીસ આવી હતી. જેને રોકવા માટે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

fallbacks

ચીનમાં, સ્થાનિક સરકાર ધાર્મિક પ્રથાઓને નિયંત્રિત કરવા માંગે છે. આમાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ત્યાં રહેતા મુસ્લિમ લોકોને સતત નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

અથડામણનો વીડિયો
મસ્જિદની ગુંબજવાળી છત તોડવા આવેલા પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચેની અથડામણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શનિવારે સવારે નજિયાઈંગ મસ્જિદના ગેટ પાસે પોલીસ અને સ્થાનિક લોકો સાથે ઘર્ષણ થઈ રહ્યું છે. આ દરમિયાન પોલીસને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

આખરે લોકોના વિરોધના દબાણમાં પોલીસે પીછેહઠ કરી હતી. આ પછી વિરોધીઓએ ગેટની બહાર ધરણા કર્યા હતા. ધ વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, આ ઘટના વર્ષ 2020 સંબંધિત કોર્ટના નિર્ણયથી સંબંધિત છે, જેમાં મસ્જિદના કેટલાક ભાગોને ગેરકાયદેસર ગણીને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
 
13મી સદીની છે નાઝિયાઇંગ મસ્જિદ
નાઝિયાઈંગ મસ્જિદનો ઈતિહાસ ઘણો જૂનો છે. ઈતિહાસકારોના મતે તેનું નિર્માણ 13મી સદીમાં થયું હતું. તાજેતરના વર્ષોમાં મસ્જિદમાં સંખ્યાબંધ કામો થયા છે, જેમાં ઇમારતો, ચાર મિનારા અને ગુંબજવાળી છત બનાવવામાં આવી છે.

મસ્જિદના એક ભાગને વર્ષ 2019માં સંરક્ષિત સાંસ્કૃતિક અવશેષ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યો હતો. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ તાજેતરના દિવસોમાં ધાર્મિક પ્રથાઓ પરના તેના પ્રતિબંધોને વધુ તીવ્ર બનાવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More