Home> World
Advertisement
Prev
Next

China ની ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારી! જીત માટે કોરોના જેવા જૈવિક હથિયારો તૈયાર કરી રહ્યું છે

2015માં ચીની વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા એક લેખિત દસ્તાવેજ સામે આવ્યો છે જેમાં કહેવાયું છે કે ચીની વૈજ્ઞાનિકો 2015માં કોરોના વાયરસને જેનેટિક હથિયારની જેમ ઉપયોગ કરવા પર વિચારી રહ્યા હતા. 

China ની ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારી! જીત માટે કોરોના જેવા જૈવિક હથિયારો તૈયાર કરી રહ્યું છે

બેઈજિંગ: કોરોના (Corona) મહામારી ચીન (China) ના વુહાનથી દુનિયામાં ફેલાઈ જેના પર હજુ પણ જાણકારો કોઈ નક્કર તારણ પર પહોંચી શક્યા નથી ત્યાં તો ચીન અંગે થયેલા વધુ એક ખુલાસાથી દુનિયા સ્તબ્ધ છે. 2015માં ચીની વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા એક લેખિત દસ્તાવેજ સામે આવ્યો છે જેમાં કહેવાયું છે કે ચીની વૈજ્ઞાનિકો 2015માં કોરોના વાયરસને જેનેટિક હથિયારની જેમ ઉપયોગ કરવા પર વિચારી રહ્યા હતા. 

fallbacks

ચીન 5 વર્ષથી કરી રહ્યું છે યુદ્ધની તૈયારી
ચીનની લેબમાં કોરોના વાયરસ વિક્સિત થયો હોવાના તમામ દાવાઓ વચ્ચે આ દસ્તાવેજે દુનિયામાં હડકંપ મચાવ્યો છે. અમેરિકી તપાસકર્તાઓને મળેલા આ દસ્તાવેજના આધારે દાવો થઈ રહ્યો છે કે ચીનના વૈજ્ઞાનિકો છેલ્લા 5 વર્ષથી કોરોના વાયરસ જેવા બાયોલોજિકલ અને જેનેટિક  હથિયારોથી ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. આ ચોંકાવનારા દસ્તાવેજ (Secret Covid Document) માં કહેવાયું છે કે 'યુદ્ધમાં જીત માટે આ મુખ્ય હથિયાર હશે.'

Corona ના કારણે છાતીમાં દુ:ખાવો અને શ્વાસની સમસ્યા વધી રહી છે, આ લક્ષણો પર ખાસ ધ્યાન આપો

જેનેટિક બાયોવેપન્સનો ચોંકાવનારો રિપોર્ટ
ચીન 2015થી જ SARS કોરોના વાયરસને સૈન્ય ક્ષમતા તરીકે ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું હતું. વિકેન્ડ ઓસ્ટ્રેલિયન (Weekend Australian) ના રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે 'અનનેચરલ ઓરિજન ઓફ સાર્સ એન્ડ ન્યૂ સ્પેસીઝ ઓફ મેનમેડ વાયરસ' નામના જેનેટિક બાયોવેપન્સના રિપોર્ટમાં કહેવાયું છે કે ત્રીજુ વિશ્વ યુદ્ધ જૈવિક હથિયારો (Biological Weapons) દ્વારા લડવામાં આવશે. દસ્તાવેજમાં એવો પણ ખુલાસો થયો છે કે ચીની સેનાના વૈજ્ઞાનિક સાર્સ કોરોના વાયરસ(SARS COV) ને હથિયાર તરીકે ઉપયોગ કરવા પર ચર્ચા કરી રહ્યા હતા. 

માત્ર 10 રૂપિયા માટે પતિએ પત્નીને લાકડીથી માર મારી અધમૂઈ કરી, બાળકો પાસે બનાવડાવ્યો Video

Corona Update: દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના 4 લાખથી વધુ નવા કેસ, મૃત્યુનો આંકડો પણ ચિંતાજનક

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More