Home> World
Advertisement
Prev
Next

ચીનની જાણીતી ટેનિસ સ્ટાર Peng Shuai 'ગાયબ', પૂર્વ ડેપ્યુટી PM પર લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ

ચીનની જાણીતી ટેનિસ ખેલાડી પેંગ શુઆઈ (Tennis Star Peng Shuai) છેલ્લા બે સપ્તાહથી લાપતા છે. શુઆઈએ પૂર્વ ડેપ્યુટી પ્રધાનમંત્રી ઝાંગ ગાઓલી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

ચીનની જાણીતી ટેનિસ સ્ટાર Peng Shuai 'ગાયબ', પૂર્વ ડેપ્યુટી PM પર લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ

બેઈજિંગઃ ચીન (China) ની જાણીતી ટેનિસ  ખેલાડી પેંગ શુઆઈ (Tennis Star Peng Shuai) એ સનસનીખેજ આરોપ લગાવીને દેશમાં ભૂકંપ લાવી દીધો હતો. વર્લ્ડ નંબર 1 ટેનિસ ડબલ્સ પ્લેયરનું ટાઇટલ પોતાના નામે કરી ચુકેલી શુઆઈએ ચીનના પૂર્વ ડેપ્યુટી પ્રધાનમંત્રી ઝાંગ ગાઓલી  (Zhang Gaoli) પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પૂર્વ પીએમ પર આરોપ લગાવનારી પૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન પેંગ શુઆઈ છેલ્લા બે સપ્તાહથી લાપતા છે. 

fallbacks

પેંગ શુઆઈએ લગાવ્યા હતા ગંભીર આરોપ
ટેનિસ ખેલાડી પેંગ શુઆઈ (Tennis Star Peng Shuai) ના લાપતા થવાના સમાચાર ચીનમાં ચર્ચામાં છે પરંતુ સરકાર ચુપ છે. મહિલા ટેનિસ એસોસિએશને આ મામલામાં તપાસની માંગ કરી છે. 35 વર્ષીય શુઆઈએ પૂર્વ ડેપ્યુટી પ્રધાનમંત્રી પર આરોપ લગાવ્યા હતા કે 75 વર્ષીય પૂર્વ પૂર્વ નાયબ વડાપ્રધાન ઝાંગ ગાઓલીએ તેને 3 વર્ષ પહેલા પોતાની સાથે યૌન સંબંધ બનાવવા માટે મજબૂર કરી હતી. પેંગે 1600 શબ્દોની પોસ્ટમાં લખ્યું હતું કે, હું વ્યક્ત નથી કરી શકતી કે કેટલી ડરેલી હતી. મેં કેટલીવાર ખુદને પૂછ્યુ- શું હું હજુ એક માણસ છું? હું ચાલતી-ફરતી લાશ જેવો અનુભવ કરતી હતી. તે મારી સાથે પ્રેમનું નાટક કરી રહ્યાં હતા. 

આ પણ વાંચોઃ કોરોનાને નાબુદ કરવા આવશે ગોળી, HIV ની આ દવા સાથે છે અસરકારક

કેમ ડિલીટ કરવી પડી પોસ્ટ?
પરંતુ બાદમાં તેણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી, પરંતુ ત્યાં સુધી તેના સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયા હતા. ત્યારબાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, તેણે પોસ્ટનું પરિણામ ભોગવવું પડી શકે છે. આ આરોપો પર ઝાંગ તરફથી કોઈ જવાબ આપ્યો નથી. તે 2018માં ડેપ્યુટી પ્રધાનમંત્રીના રૂપમાં નિવૃત થયા હતા. ઝાંગ ચીનના શક્તિશાળી પોલિત બ્યૂરો સ્થાયી સમિતિના સભ્ય પણ છે. પોલિત બ્યૂરો ચીનની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા છે. 

ચીને આરોપો પર મૌન સે
બીજી તરફ ચીનની સ્ટેટ કાઉન્સિલ ઈન્ફોર્મેશન ઓફિસે પણ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. વેઇબો પોસ્ટ વિશે નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે તેઓ આ મુદ્દાથી વાકેફ નથી અને તે વિદેશી બાબતો સાથે સંબંધિત પ્રશ્ન નથી. તમને જણાવી દઈએ કે 2018માં #MeToo ચળવળની શરૂઆત થઈ ત્યાં સુધી ચીનમાં જાહેરમાં યૌન ઉત્પીડનના કિસ્સા ભાગ્યે જ સામે આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More