Home> World
Advertisement
Prev
Next

હાડકાં તોડ HUG: છોકરીને એવું ટાઇટ HUG કર્યું કે તૂટી ગઇ પાંસળીઓ, અને પછી...

રિપોર્ટ્સના અનુસાર અકસ્માત મે 2021 માં થયો હતો. ચીનના હુનાન પ્રાંત યૂયાંગ શહેરની મહિલા પોતાના કાર્યસ્થળ પર એક સહકર્મી સાથે વાતચીત કરી રહી હતી, ત્યારે એક પુરૂષ સહકર્મી તેની પાસે આવ્યો અને તેને મજબૂતીથી ગળે લગાવી લીધી. મહિલા કથિત રીતે ગળે લગાવતાં તે દર્દથી કણસી ઉઠી.

હાડકાં તોડ HUG: છોકરીને એવું ટાઇટ HUG કર્યું કે તૂટી ગઇ પાંસળીઓ, અને પછી...

Rib Crushing hug: જાદૂ કી ઝપ્પીવાળો ડાયલોગ તો તમે બોલીવુડ ફિલ્મ 'મુન્નાભાઇ એમબીબીએસ'માં જરૂર સાંભળ્યું હશે. એવું માનવામાં આવે છે કે જો કોઇને પ્રેમથી ગળે લગાવવામાં આવે તો દિલને થોડી રાહત મળે છે. જોકે એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ મહિલાને એટલી જોરથી ગળે લગાવી કે છાતીની પાંસળીઓ તૂટી ગઇ. જી હાં આ કિસ્સો ચીનનો છે અને ચીની મહિલાએ પોતાના સહકર્મી પર કેસ દાખલ કર્યો છે. કથિત રીતે તેના સહકર્મીએ કસીને ગળે લગાવી, જેથી તેની છાતીની ત્રણ પાંસળીઓ તૂટી ગઇ. સહકર્મીને મહિલા યૂંક્સી કોર્ટ (Yunxi Court) સુધી લઇ ગઇ અને કથિત પસળી તોડી ગળે લગાવવાના કારણે સારવામાં ખર્ચ થયેલા પૈસા માટે વળતરની માંગ કરી. 

fallbacks

પસળી તોડ ઝપ્પીની છે આ સાચી કહાની
રિપોર્ટ્સના અનુસાર અકસ્માત મે 2021 માં થયો હતો. ચીનના હુનાન પ્રાંત યૂયાંગ શહેરની મહિલા પોતાના કાર્યસ્થળ પર એક સહકર્મી સાથે વાતચીત કરી રહી હતી, ત્યારે એક પુરૂષ સહકર્મી તેની પાસે આવ્યો અને તેને મજબૂતીથી ગળે લગાવી લીધી. મહિલા કથિત રીતે ગળે લગાવતાં તે દર્દથી કણસી ઉઠી. આઇઓએલના અનુસાર કામ બાદ પણ તેની છાતીમાં દુખાવો થઇ રહ્યો હતો. તેણે ડોક્ટર પાસે જવાના બદલે પોતાની છાતી પર ગરમ તેલ લગાવ્યું અને સુઇ ગઇ. છાતીમાં દર્દ વધતાં પાંચ દિવસ બાદ મહિલા હોસ્પિટલ ગઇ. 

Janmashtami 2022: દેશભરમાં જન્માષ્ટમીનો હર્ષોલ્લાસ, જાણો કન્ફોર્મ તારીખ, પૂજા, મુર્હૂત અને વિધિ

તૂટેલી પાંસળી વિશે એક્સરે સ્કેનમાં ખબર પડી
એક્સ-રે સ્કેન અનુસાર મહિલાની ત્રણ પાંસળીઓ તૂટી ગઇ હતી, જેમાંથી બે તેની જમણી તરફ અને ડાબી તરફ હતી. તેણે પૈસા પણ ગુમાવ્યા કારણ કે તેને નોકરીમાં ગેરહાજર રહેવા માટે મજબૂર થવું પડ્યું. તેણે નર્સિંગ સેવાઓ અને મેડિકલ ખર્ચ માટે પણ પૈસા ચૂકવવા પડ્યા. ઠીક થયા બાદ તે પુરૂષ સહકર્મી પાસે ગઇ જેણે તેની પાંસળીઓ તોડી હતી. તેણે તેની સાથે સમાધાનનો પ્રયત્ન કર્યો. તે વ્યક્તિએ વિવાદ કર્યો અને તેની પાસે આ વાતનો કોઇ પુરાવો નથી કે ઇજા ગળે મળવાથી થઇ છે. 

આખરે આરોપી પાસે મળીને મળ્યું વળતર
થોડા સમય બાદ મહિલાએ પોતાના સહકર્મી પર આર્થિક નુકસાન માટે વળતરનો અનુરોધ કરતાં કેસ દાખલ કર્યો. ન્યાયાધીશે સહકર્મીને 10,000 યુઆન, એટલે કે 1.16 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે સાબિત કરવા માટે કોઇ પુરાવા નથી કે મહિલાએ તે પાંચ દિવસ એવી કોઇ ગતિવિધિઓમાં ભાગ લીધો હોય જેથી હાડકાં તૂટી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More