Home> World
Advertisement
Prev
Next

બિલાડીના મળમાંથી બને છે વિશ્વની સૌથી મોંઘી કોફી! જાણો કરોડપતિઓ કેમ રોજ આ કોફી પીવે છે?

બિલાડીના મળ એટલેકે, તેની પોટ્ટીમાંથી બનાવવામાં આવે છે દુનિયાની સૌથી મોંઘી કોફી! જાણો આ કોફીમાં એવું તો શું હોય છે, જેને કારણે કરોડપતિઓ રોજ આ કોફી પીવે છે. બિલાડીની ટટ્ટીમાંથી બનતી કોફીના એક કપનો ભાવ સાંભળીને જ તમારા હોશ ઉડી જશે!

બિલાડીના મળમાંથી બને છે વિશ્વની સૌથી મોંઘી કોફી! જાણો કરોડપતિઓ કેમ રોજ આ કોફી પીવે છે?

ઝી બ્યૂરો, અમદાવાદઃ વિશ્વમાં મોટા પ્રમાણમાં લોકો એવા છે જેમનો દિવસ કોફીથી શરૂ થાય છે અને કોફીથી પૂર્ણ થાય છે. સવારે હોટ કેપ્યુચીનો તો રાત્રે કોલ્ડ કોફી. કોફીના રસિયો હંમેશા અલગ અલગ પ્રકારની કોફીનો અખતરો કરતા રહેતા હોય છે. તેવામાં કોફી રસિયાઓ માટે એક ખુશ ખબર છે. વિશ્વપ્રખ્યાત સિવેટ કોફીનું ઉત્પાદન ભરતમાં પણ હવે શરૂ થઈ ગયું છે. આ કોફીની ખાસીયત એ છે કે આ કોફી સિવેટ બિલાડીના મળમાંથી બને છે. સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે અને ચિત્રી પણ ચઢશે પરંતુ આ હકિકત છે. સિવેટ બિલાડીના મળમાંથી બને છે સિવેટ કોફી.

fallbacks

fallbacks

વિશ્વભરમાં વિખ્યાત છે સિવેટ કોફી:
વિશ્વ વિખ્યાત સિવેટ કોફીનું ઉત્પાદન હવે ભારતના કર્ણાટકમાં શરૂ થઈ ગયું છે. સિવેટ બિલાડીના મળમાંથી બને છે સિવેટ કોફી જેને અમીરોની કોફી કહેવામાં આવે છે. આ કોફીની કિંમત લગભગ 20થી 25 હજાર રૂપિયા છે.

fallbacks

20-25 હજાર રૂપિયા કિલો મળે છે કોફી:
વિશ્વ પ્રખ્યાત સિવેટ કોફીની કિંમત લગભગ 20થી 25 હજાર રૂપિયા કિલો છે. આ કોફી એ બિન્સથી બને છે તે સિવેટ કેટ ખોરાકમાં પચાવી નથી શક્તી. એવા બિન્સને ઉપાડી લેવામાં આવે છે અને ત્યાર પછી તેને પ્રોસેસ કરીને કોફી પાવડર બનાવવામાં આવે છે. સિવેટ કોફીને લુવર્ક કોફી પણ કહેવામાં આવે છે.

અમીરોની પસંદ છે આ કોફી:
કહેવાય છે કે આ કોફીમાં મોટા પ્રમાણમાં પોષક તત્વો મળે છે. આ બિન્સને મેળવવા માટે ઘણો ખર્ચો થાય છે. સિવેટ કોફીને ખાડી દેશો, અમેરિકા અને યુરોપના અમીર લોકો પીવે છે.

કર્ણાટકમાં ઉત્પાદન શરૂ:
ભારતના સૌથી મોટા કોફી ઉત્પાદક રાજ્ય કર્ણાટકના કુર્ગ કોન્સોલિડેટ કોમોડિટીઝે નાના પ્રમાણમાં સિવેટનું ઉત્પાદન શરૂ કર્યું છે. સીસીસીના સંપાદકનું કહેવું છે કે શરૂઆતમાં સિવેટ કોફીનું ઉત્પાદન નાના પ્રમાણમાં કરીએ છીએ. 2015-16માં આ કોફીનું ઉત્પાદન 60 કિલોગ્રામ થયું. 2016-17માં તેનું ઉત્પાદન 200 કિલોગ્રામ થયું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More