મેગન કેરિગન બાયરન જે એક અનુભવી શિક્ષિકા અને બે બાળકોની માતા છે. જે અચાનક ઈન્ટરનેટ પર ચર્ચામાં છે. કારણ છે કોલ્ડપ્લેના કોન્સર્ટનો એક વીડિયો. આ વીડિયોમાં તેનો પતિ અને સિનસિનાટી સ્થિત ટેક કંપની એસ્ટ્રોનોમરના સીઈઓ એન્ડી બાયરન છે જે તેમની જ કંપનીની એચઆર હેડ સાથે કેમેરામાં કેદ થયા.
તમને જણાવી દઈએ કે આ સમગ્ર વિવાદ બોસ્ટનના જિલેટ સ્ટેડિયમમાં ચાલી રહેલા કોલ્ડપ્લેના એક કોન્સર્ટમાં એન્ડી બાયરનના કંપનીની એચઆર હેડ ક્રિસ્ટિન કેબોટ સાથે વેન્યૂ પર Kiss Cam પર પકડાયા બાદ શરૂ થયો. જેવું ફ્રન્ટમેન ક્રિસ માર્ટિને આ જોડી તરફ ધ્યાન આકર્ષિત કર્યું કર્યું અને કહ્યું કે ‘Oh look at these two (ઓહ આ બંનેને જુઓ) ત્યારબાદ દર્શકોએ તરત આ બંનેના સંબંધ પર સવાલ ઉઠાવ્યા કારણ કે બાયરન તો પરિણીત છે અને બધાને તેના વિશે ખબર છે.
મેગન તેના પતિ અને બે બાળકો સાથે ન્યૂયોર્કમાં રહે છે તથા મેસાચુસેટ્સના વોર્સેસ્ટરમાં બનેલા બેનક્રોફ્ટ શાળામાં કામ કરે છે. હાલ તે Hope Graham Program માટે લોઅર સ્કૂલ અને એડમિશનના એસોસિએટ ડાયરેક્ટર તરીકે કામ કરી રહી છે જે લેંગ્વેજના આધારે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સપોર્ટ કરે છે.
જો કે મેગન સામાન્ય રીતે ઓનલાઈન ઓછી જોવા મળે છે પરંતુ એક વાયરલ વીડિયોએ સ્પષ્ટ રીતે તેના લગ્ન જીવનમાં ભૂકંપ સર્જી દીધો છે અને અચાનક તે દુનિયાભરના લોકોની ચર્ચાનો વિષય બની ગઈ છે. અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે તેની ફેસબુક પોસ્ટને તેના સપોર્ટમાં મેસેજથી ભરી દીધી છે ખાસ કરીને જેમાં તે પોતાના પરિવાર અને બાળકો સાથે છે.
Coldplay puts CEO of Astronomer and Head of HR on jumbotron looking cozy during their concert. pic.twitter.com/yuy2R5FAEc
— Buzzing Pop (@BuzzingPop) July 17, 2025
આ બધી અટકળો વચ્ચે કેટલાક ઓનલાઈન જાસૂસોએ તો એ પણ જોઈ લીધુ કે મેગને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના નામ આગળથી બાયરન શબ્દ હટાવી દીધો છે. આ નાનકડા પગલાંએ એન્ડી સાથેના તેના લગ્નની હાલની સ્થિતિ પર સવાલ ઉઠવા લાગ્યા છે.
અત્રે જણાવવાનું કે એન્ડી બાયરને જો કે હજુ સુધી આ મામલે કોઈ જાહેર પ્રતિક્રિયા આપી નથી. પરંતુ યૂઝર્સ ઈન્ટરનેટ પર વાયરલ આ કોન્સર્ટ ક્લિપના દરેક ફ્રેમને બારીકાઈથી જોઈ રહ્યા છે. આ સ્કેન્ડલે વર્ક પ્લેસ પર રિલેશનશીપને લઈને કેટલાક નૈતિક સવાલો ઊભા કર્યા છે તથા હજુ સુધી પ્રાઈવેટ અને લો પ્રોફાઈલ રહેતી મેગનને પણ એક રીતે જબરદસ્તીથી લોકો વચ્ચે ગોસિપનો મુદ્દો બનાવી દીધો છે.
Busted!
This backfired real quick.
CEO and HR having an affair and were outed during Coldplay‘s concert 👀
Andy Byron and Kristin Cabot from Astronomer 😬😬😬
Wife‘s Facebook has already been found and people commenting on it. pic.twitter.com/RWgYDVMuaV
— Mrs. SpaceX ™️ (@anuibi) July 17, 2025
પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો એન્ડી બાયરને બે વર્ષથી વધુ સમય સુધી એસ્ટ્રોનોમરને લીડ કર્યું છે. તેના ટેક કરિયરમાં Fuze, Cybereason, Lacework, and BMC સોફ્ટવેરની લીડરશીપમાં તેમની ભૂમિકા સામેલ છે. મેગનની વાત કરીએ તો તેનું ધ્યાન તેના એજ્યુકેશન કરિયર અને પરિવાર પર રહ્યું છે. તેનું નામ આજે ઈન્ટરનેટ પર છવાયેલું છે પરંતુ તેનું કારણ પણ તે પોતે નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે