Home> World
Advertisement
Prev
Next

નફરત ફેલાવનારા ઝાકીર નાઈકને માલદીવ્સ સરકારે એન્ટ્રી ન આપી

વિવાદિત ઈસ્લામિક પ્રચારક ઝાકીર નાઈકે (Zakir Naik) માલદીવ (Maldives)જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને સફળતા ન મળી. માલદીવ સરકારે તેને પોતાના દેશમાં આવવાની પરમિશન નથી આપી. માલદીવ સંસદના સ્પીકર એમ.નશીદે આ માહિતી આપી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ તેઓએ કહ્યું કે, 2009માં અમે ઝાકીર નાઈકને આવવાની પરમિશન આપી હતી, પરંતુ તે સમેય તેઓનો કોઈ વિવાદ ન હતો. હાલમાં જ તેઓએ ફરીથી વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરકારે તેઓને એન્ટ્રી આપવાની મનાઈ ફરમાવી છે. અમે એ ઉપદેશકોને પસંદ કરીએ છીએ, જેઓ સારુ ઈસ્લામ શીખવાડે છે. પરંતુ જો તમે નફરત ફેલાવો છો, તો અમે તેઓને ઈજ્જત નહિ આપી શકીએ. 

નફરત ફેલાવનારા ઝાકીર નાઈકને માલદીવ્સ સરકારે એન્ટ્રી ન આપી

અમદાવાદ :વિવાદિત ઈસ્લામિક પ્રચારક ઝાકીર નાઈકે (Zakir Naik) માલદીવ (Maldives)જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને સફળતા ન મળી. માલદીવ સરકારે તેને પોતાના દેશમાં આવવાની પરમિશન નથી આપી. માલદીવ સંસદના સ્પીકર એમ.નશીદે આ માહિતી આપી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ તેઓએ કહ્યું કે, 2009માં અમે ઝાકીર નાઈકને આવવાની પરમિશન આપી હતી, પરંતુ તે સમેય તેઓનો કોઈ વિવાદ ન હતો. હાલમાં જ તેઓએ ફરીથી વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરકારે તેઓને એન્ટ્રી આપવાની મનાઈ ફરમાવી છે. અમે એ ઉપદેશકોને પસંદ કરીએ છીએ, જેઓ સારુ ઈસ્લામ શીખવાડે છે. પરંતુ જો તમે નફરત ફેલાવો છો, તો અમે તેઓને ઈજ્જત નહિ આપી શકીએ. 

fallbacks

VIDEO : અક્ષયે અનુભવ્યો એ દુખાવો, જે આખી દુનિયાની મહિલાઓને થાય છે...

ઉલ્લેખનીય છે કે, ઢાકાના હોલી આર્ટિસન બેકરીમાં જુલાઈ, 2016ના રોજ થયેલા આતંકી હુમલામાં ઝાકીર નાઈકનું નામ સામે આવ્યું હતુ. જેના બાદ આતંકવાદ સાથે જોડાયેલ ગંભીર આરોપોના સિલસિલામાં ભારતે ઝાકીર નાઈકને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો. નાઈક એક ભાગેડુ છે અને તેણે મલેશિયામાં શરણ લીધી છે. 

વિવાદાસ્પદ પીસ ટીવીના સંસ્થાપક 53 વર્ષીય નાઈકનો જન્મ મુંબઈમાં થયો હતો. અહીંથી ભાગ્યા બાદ તે 2017માં મલેશિયામાં જઈ રહે છે અને ત્યાં ગત સરકારે તેને સ્થાયી નિવાસી બનાવ્યો છે. વર્તમાન મલેશિયાઈ સરકારે અત્યાર સુધી તેને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો નથી, પરંતુ તેને સાર્વજનિક ભાષણ આપવા પર રોક લગાવી છે. 

આ વર્ષે સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પોતાના મલેશિયાઈ સમકક્ષ મહાથીર મહોંમદની સાથે વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકીર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો. નાઈક એક ભાગેડુ છે અને તેણે મલેશિયામાં શરણ લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More