Home> World
Advertisement
Prev
Next

ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, રસી વગર ખતમ થઈ જશે કોરોના


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તે દાવો કરી રહ્યાં છે કે કોરોના વાયરસ કઈ રસી વગર ખતમ થઈ જશે. તેઓ પહેલા પણ કોરોનાના ખતરાને ઓછો આંકીને આલોચનાનો સામનો કરી ચુક્યા છે. 
 

ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, રસી વગર ખતમ થઈ જશે કોરોના

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રાવે કહ્યું કે, કોરોના વાયરસ રસી વગર જતો રહેશે અને કહ્યું કે, અમેરિકા મહાનતાની તરફ વધી રહ્યું છે. હકીકતમાં તેમણે આ વાત વ્હાઇટ હાઉસમાં પોતાની પાર્ટી રિપલ્કિનના સાંસદો સાથે વાતચીત દરમિયાન કહી હતી. ટ્રમ્પનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકામાં ગ્રેડ ડિપ્રેશન બાદ બેરોજગારી દર સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયો છે અને અત્યાર સુધી કોરોના વાયરસથી 76 હજાર કરતા વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. 

fallbacks

અને જતો રહ્યો વાયરસ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, 'આ કોઈ વેક્સીન વગર જતો રહેશે. આ જશે અને આપણે તેને બીજીવાર નહીં જોઈએ. તમે થોડા નારાજ થઈ શકો છે.' તેમણે ત્યાં સુધી દાવો કર્યો કે વિશ્વમાં આવી અન્ય બીમારીઓ આવી અને વેક્સીન વગર સમાપ્ત થઈ ગઈ. ટ્રમ્પે કહ્યું, અહીં કેટલાક વાયરસ અને ફ્લૂ છે જે આવ્યા. જ્યારે તેના માટે વેક્સીન શોધવામાં આવી, વેક્સીન ન મળી અને પછી વાયરસ ગાયબ થઈ ગયો. તે બીજીવાર ન આવ્યો. 

હું ડોક્ટરનું સાંભળુ છુ
જ્યારે તેમને પત્રકારોએ આ દરમિયાન પૂછ્યું કે આ દાવાથી તેમનો શું અર્થ છે, શું તેમનું કહેવુ છે કે વેક્સીનની જરૂર નથી? તેના પર ટ્રમ્પે કહ્યું, 'હું માત્ર ડોક્ટરોની વાત પર વિશ્વાસ કરુ છું. તે કહી રહ્યાં છે કે આમ થશે. તેનો અર્થ તે નથી કે આ વર્ષે, તેનો મતલબ નથી કે તે જઈ રહ્યાં છે. પરંતુ અંતે તે ચાલ્યો જશે. જ્યાં સુધી વેક્સીનનો સવાલ છે, જો તે અમારી પાસે હોય તો વધુ મદદગાર સાબિત થશે.'

વ્હાઇટ હાઉસમાં વધુ એક કેસ, ઉપરાષ્ટ્રપતિ પ્રેન્સના પ્રેસ સેક્રેટરીનો કોરોના પોઝિટિવ

ટ્રમ્પથી અલગ ડોક્ટરોનો અભિપ્રાય
વ્હાઇટ હાઉસમાં કોરોના વાયરસ ટાસ્ક ફોર્સની જવાબદારી જોઈ રહેલા ડોક્ટર એંટની ફોસીએ પાછલા સપ્તાહે કહ્યું હતું કે, જ્યાં સુધી આપણી પાસે રસી ન આવે ત્યાં સુધી કોરોના સમાપ્ત થશે નહીં. તેમણે કહ્યું, જ્યાં સુધી આપણી પાસે સુરક્ષિત અને પ્રભાવી રસી ન આવે, ત્યાં સુધી વાયરસ ખતમ થવાનો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More