Home> World
Advertisement
Prev
Next

બહુરૂપિયા કોરોનાના સામે આવ્યાં નવા 3 લક્ષણ, જોવા મળે તો તરત કરાવી લો ટેસ્ટ 

કોરોના વાયરસ સંક્રમણના વધતા પ્રકોપ સાથે તેના નિતનવા લક્ષણો પણ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં મોટાભાગે તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સૂકી ઉધરસ અને થાક જેવા લક્ષણોને જ કોરોના વાયરસના લક્ષણો ગણવામાં આવતા હતાં. પરંતુ કોરોના વાયરસના સંક્રમણ પર કામ કરતી અમેરિકાની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શને ત્રણ નવા શારીરિક લક્ષણોને કોરોના વાયરસના સંભવિત સંકેત ગણાવ્યાં છે. આ ત્રણ નવા લક્ષણો છે- નાકમાંથી પ્રવાહી વહેતું રહે એટલે કે નાક ગળવું, ઉબકા આવવા અને ડાયેરિયા

બહુરૂપિયા કોરોનાના સામે આવ્યાં નવા 3 લક્ષણ, જોવા મળે તો તરત કરાવી લો ટેસ્ટ 

નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણના વધતા પ્રકોપ સાથે તેના નિતનવા લક્ષણો પણ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં મોટાભાગે તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સૂકી ઉધરસ અને થાક જેવા લક્ષણોને જ કોરોના વાયરસના લક્ષણો ગણવામાં આવતા હતાં. પરંતુ કોરોના વાયરસના સંક્રમણ પર કામ કરતી અમેરિકાની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શને ત્રણ નવા શારીરિક લક્ષણોને કોરોના વાયરસના સંભવિત સંકેત ગણાવ્યાં છે. આ ત્રણ નવા લક્ષણો છે- નાકમાંથી પ્રવાહી વહેતું રહે એટલે કે નાક ગળવું, ઉબકા આવવા અને ડાયેરિયા

fallbacks

નાક ગળવું
સીડીસીના જણાવ્યાં મુજબ નાકમાંથી સતત પ્રવાહી નીકળતું રહે તેનો અર્થ એવો નહતો કે પીડિત વ્યક્તિ કોરોનાથી જ સંક્રમિત છે. પરંતુ જો કોઈ વ્યક્તિનું નાક સતત વહેતું રહે એટલે કે પ્રવાહી નીકળ્યા કરે, અને અંદરથી તે બેચેની અનુભવે તો તાવ ન હોવા છતાં આવી વ્યક્તિએ કોરોનાની તપાસ કરાવવી જોઈએ. શક્ય છે કે તમે કોરોનાથી સંક્રમિત હોવ.

ઉબકા આવવા
અમેરિકી સંસ્થા સીડીસીએ કોરોનાનું બીજુ નવું લક્ષણ ઉબકા આવવા જણાવ્યું છે. સીડીસીના જણાવ્યાં મુજબ જો કોઈ વ્યક્તિને વારંવાર અસામાન્ય રીતે ઉબકા આવવા લાગે તો તે જોખમનું સિગ્નલ છે. આવી વ્યક્તિએ તરત પોતાની જાતને આઈસોલેટ કરી લેવી જોઈએ. જો કે ઉબકા આવવા કોરોના સિવાય અન્ય કોઈ કારણ પણ હોઈ શકે છે. પરંતુ કોરોનાકાળમાં આ લક્ષણને જરાય નજરઅંદાજ ન કરવું. આવું થાય તો કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઈએ. 

ડાયેરિયા
કોરોના વાયરસનું ત્રીજુ લક્ષણ ડાયેરિયા છે. ડોક્ટરોએ પહેલા પણ સ્વીકાર્યું હતું કે કોરોના સંક્રમિત દર્દીઓમાં ડાયેરિયાને મળતા લક્ષણો હોય છે. હવે સીડીસીએ પણ સ્વીકાર્યું છે કે દુનિયાભરમાં મોટા પાયે કોરોના સંક્રમિત દર્દીઓમાં ડાયેરિયાના લક્ષણો જોવા મળી રહ્યાં ચે. 

આ ત્રણ લક્ષણોને જોડ્યા બાદ સીડીસીની યાદીમાં કોરોના સંક્રમણના કુલ 11 લક્ષણો થયા છે. જેમાં પહેલા શરીરમાં થનારા આ આઠ ફેરફારને કોરોનાના સંભવિત સંકેત ગણવામાં આવતા હતાં. આ આઠ લક્ષણ છે તાવ અને વધુ ઠંડી લાગવી, કફ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, શરીરમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો, સ્વાદની અનુભૂતિ ન થવી, ગળામાં દુ:ખાવો અને ખારાશ.

જુઓ LIVE TV

દુનિયામાં અત્યાર સુધીમાં એક કરોડ લોકો કોરોનાથી સંક્રમિત
અત્રે જણાવવાનું કે દુનિયાભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ હવે કોરોના વાયરસની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા એક કરોડના આંકડાને પાર કરી ગઈ છે. એકલા અમેરિકામાં જ 25 લાખથી વધુ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. કોરોના સંક્રમિતોની યાદીમાં ભારત ચોથા નંબરે છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More