Home> World
Advertisement
Prev
Next

કોરોનાથી USAમાં પણ હાહાકાર, ન્યૂયોર્કમાં ઈમરજન્સી જાહેર

ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયુ કુઓમાએ કોરોના વાઈરસના વધતા પ્રકોપને જોતા શનિવારે ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી. ન્યૂ રોશેલમાં કોરોના વાઈરસના નવા 23 કેસ સામે આવ્યાં છે. ત્યારબાદ વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં આ વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 57 સુધી પહોંચી ગઈ. સૌથી વધુ ન્યૂયોર્કમાં છે. 

કોરોનાથી USAમાં પણ હાહાકાર, ન્યૂયોર્કમાં ઈમરજન્સી જાહેર

ન્યૂયોર્ક: ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયુ કુઓમાએ કોરોના વાઈરસના વધતા પ્રકોપને જોતા શનિવારે ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી. ન્યૂ રોશેલમાં કોરોના વાઈરસના નવા 23 કેસ સામે આવ્યાં છે. ત્યારબાદ વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં આ વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 57 સુધી પહોંચી ગઈ. સૌથી વધુ ન્યૂયોર્કમાં છે. 

fallbacks

ગવર્નર કુઓમોએ જાણકારી આપી કે કોરોનાથી સંક્રમિત કેસો સમગ્ર પ્રાંતમાં હવે 76 થઈ ગયા છે. આ સંખ્યા ગત કેટલાક દિવસોથી સતત વધી રહી છે. તેમણે કહ્યું કે રોકવે અને સારટોગા કાઉન્ટીમાં પણ નવા કેસ સામે આવ્યાં હતાં. તેમણે કહ્યું કે આ લોકો ન્યૂ રોશેલના તે વકીલના સંપર્કમાં હતાં જે આ વાઈરસના પહેલા બે રિપોર્ટ કરાયેલા કેસોમાંથી એક હતો. કોરોનાએ લગભગ 70 દેશોને પોતાની ચપેટમાં લીધા છે. અમેરિકામાં તેનાથી મોતનો આંકડો 19 પર પહોંચ્યો છે. 

ગવર્નરે વાઈરસ પર પોતાની ડેઈલી અપડેટમાં કહ્યું કે ન્યૂ રોશેલમાં સ્થિતિ સારી નથી. જેમ કે આપણે જોયું છે કે સંખ્યા વધી રહી છે. આ વાઈરસના એકથી બે કેસ, બેથી ચાર અને પછી 12 પછી સંખ્યા 200 અને 400થી 800ને પાર જઈ શકે છે. આપણે તેના પર કાબુ મેળવવો પડશે. 

જુઓ LIVE TV

ગવર્નરે કહ્યું કે ન્યૂયોર્ક શહેરમાં આ મામલાઓની સંખ્યા 5થી 11 સુધીમાં બમણી થઈ છે. ઈમજન્સીની સ્થિતિ રાજ્યને અને અધિક કર્મચારીઓને નિયુક્ત કરવાની મંજૂરી આપે છે કારણ કે સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગ આ વાઈરસથી સંક્રમિત લોકોની વધતી સમસ્યાથી પરેશાન થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More