Home> World
Advertisement
Prev
Next

મેલેરિયાની દવાથી થશે કોરોના વાયરસની સારવાર, અમેરિકાએ આપી મંજૂરી

ચીનની વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસને વિશ્વમાં ડરનો માહોલ બનાવી દીધો છે. વિશ્વના ઘણા દેશો કોરોના વાયરસને ઝપેટમાં આવી ગયા છે. પરંતુ અત્યાર સુધી કોરોના વાયરસની દવા મળી શકી નથી.
 

મેલેરિયાની દવાથી થશે કોરોના વાયરસની સારવાર, અમેરિકાએ આપી મંજૂરી

વોશિંગ્ટનઃ કોરોના વાયરસને લઈને વિશ્વમાં 9 હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. પરંતુ અત્યાર સુધી આ વાયરસા ખાત્મા માટે દવાની શોધ થઈ શકી નથી. આ વચ્ચે અમેરિકાએ મેલેરિયાની દવાને કોરોના વાયરસના સારવાર માટે મંજૂરી આપી દીધી છે. 

fallbacks

હકીકતમાં, ચીનની વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસને વિશ્વમાં ડરનો માહોલ બનાવી દીધો છે. વિશ્વના ઘણા દેશો કોરોના વાયરસને ઝપેટમાં આવી ગયા છે. પરંતુ અત્યાર સુધી કોરોના વાયરસની દવા મળી શકી નથી. આ વચ્ચે અમેરિકાએ કોરોના વાયરસની સારવાર માટે મેલેરિયાની દવાને મંજૂરી આપી દીધી છે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, કોરોના વાયરસની સારવાર માટે મેલેરિયાની દવાને મંજૂરી આપવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હાઇડ્રોક્સીક્લોરોક્વિન નામની એક મેલેરિયા અને સંધિવાની દવાએ કોરોના વાયરસની સારવારમાં ઘણા સારા પરિણામ આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, મેલેરિયાની દવા કોરોનાની સારવારમાં ઉપયોગી છે. 

વિશ્વમાં કોરોનાનું સંક્રમણ
મહત્વનું છે કે વિશ્વમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 2 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. આ સિવાય 9 હજારથી વધુ લોકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. તો ભારતમાં પણ કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યાં છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસને કારણે ચાર લોકોના મોત થયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો વિશ્વના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More