Home> World
Advertisement
Prev
Next

કોરોના વાયરસ પણ ના રોકી શક્યો આ કપલના લગ્ન, જાણો કેવી રીતે કર્યા લગ્ન

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સમગ્ર દુનિયામાં ભયનો માહોલ છવાઈ ગયો છે. દુનિયામાં આ વાયરસથી પીડિતો દર્દીઓની સંખ્યા 7 લાખથી વધુ છે. એવામાં લોકો ધણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. 

કોરોના વાયરસ પણ ના રોકી શક્યો આ કપલના લગ્ન, જાણો કેવી રીતે કર્યા લગ્ન

વોશિંગટન: કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સમગ્ર દુનિયામાં ભયનો માહોલ છવાઈ ગયો છે. દુનિયામાં આ વાયરસથી પીડિતો દર્દીઓની સંખ્યા 7 લાખથી વધુ છે. એવામાં લોકો ધણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. 

fallbacks

આ પણ વાંચો:- કોરોના: ચીને મોટું સત્ય લોકોથી છૂપાવ્યું? વુહાનના લોકોએ ફોડ્યો ભાંડો

આ વચ્ચે ઈંગલેન્ડના એક કપલે કંઇક એવું કર્યું કે જેનાથી સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કપલે એકબીજાને રિંગ પહેરાવી છે. પરંતુ આ રિંગમાં કંઇક એવું છે જેનાથી આ સમગ્ર મામલો દુનિયાની નજરમાં આવ્યો છે.

આ પણ વાંચો:- ટ્રમ્પની જીદ અમેરિકાને ડૂબાડશે? કોરોનાની નાગચૂડમાં સપડાઈ રહ્યો છે દેશ, 'એક લાખના મોતની ચેતવણી'

ઈંગ્લેન્ડમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના કારણે લગ્ન કરવાની તે જગ્યા બંધ કરવામાં આવી હતી. જેનાથી આ કપલ (એડમ વુડ્સ અને લારા એક્ટન)એ બુક કરાવી હતી. પરંતુ આ કપલે હાર ના સ્વિકારી અને એક બીજાના ઓનિયનથી બનેલી રિંગ પહેરાવી હતી.

આ પણ વાંચો:- કોરોના: ઇકોનોમી બરબાદ થઇ તો જર્મનીના આ રાજ્યના નાણામંત્રીએ કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પર મળી લાશ

આ કપલ બર્ગર કિંગના એક આઉટલેટ પર ગયા અને કેટલીક ઓનિયન રિંગ્સ (ખાવાની ડીશ) ઓર્ડર કરી હતી. આ ઓનિયન રિંગ્સ એકદમ ગોળ હોય છે. ત્યારબાદ એડમે તેની પ્રેમિકા લારાને ઓનિયન રિંગ પહેરાવવાનો નિર્ણય કર્યો. એડમ તેની કાર પાસે આવ્યો અને તેની પ્રેમિકાને કહ્યું કે, શું આપણે બંને એકબીજાને રિંગ પહેરાવી શકીએ છીએ...

આ પણ વાંચો:- સ્પેનના રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસને કારણે નિધન

તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસના કારણે દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. યૂકેમાં 17 હજારથી વધારે લોકો કોરોનાથી પીડિત છે અને અહીં અત્યાર સુધીમાં 1 હજારથી વધારે લોકોના મોત થઇ ગયા છે. યૂકેના પીએમ બોરિસ જોનસન પણ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More