લંડનઃ કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને કારણે કેટલાક દર્દીઓમાં સ્થાયી રૂપથી અચાનક બહેરાપણું (Hearing Loss)ની સમસ્યા ઉભી થવાની વાત સામે આવી છે. બ્રિટનમાં આ સંબંધમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં આ જણાવવામાં આવ્યું છે. પરંતુ કોરોના વાયરસને કારણે બહેરા થતા લોકોની સંખ્યા ખુબ ઓછી છે.
બ્રિટનમાં યુનિવર્સિટી કોલેજ લંડન (University College London)ના નિષ્ણાંતો સહિત વૈજ્ઞાનિકો અનુસાર, આ સંક્રમણને કારણે બહેરાપણાની સમસ્યા ઉભી થવાને લઈને જાગરૂતતા ખુબ જરૂરી છે કારણ કે સ્ટેરોયડ દ્વારા યોગ્ય સારવારથી આ સમસ્યાને દૂર કરી શકાય છે.
તેમણે કહ્યું કે, તેનું કારણ સ્પષ્ટ નથી પરંતુ ફ્લૂ જેવા વાયરલ સંક્રમણ બાદ આ પ્રકારની સમસ્યા થાય છે.
બીએમજે કેસ રિપોર્ટસ પત્રિકામાં પ્રકાશિત અનુસંધાનમાં 45 વર્ષીય એક એવા વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે અસ્થમાનો દર્દી છે. કોરોના વાયરસથી ગંભીર રૂપથી સંક્રમિત થયા બાદ અચાનક તેની સાંભળવાની ક્ષમતા નષ્ટ થઈ ગઈ હતી.
આ વ્યક્તિને સંક્રમણ પહેલા સાંભળવામાં કોઈ સમસ્યા નહતી. વ્યક્તિને સ્ટેરોયડની ગોળીઓ અને રસી લગાવવામાં આવ્યા, ત્યારબાદ તેની શ્રવણ ક્ષમતા આંશિક રૂપથી ફરી આવી ગઈ હતી.
સંશોધકોએ એક અભ્યાસમાં કહ્યું, મોટી સંખ્યામાં લોકોના સંક્રમિત થવાને કારણે બહેરાપણાની સમસ્યાને લઈને વધુ સંશોધન કરવાની જરૂર છે, જેથી સમસ્યાની માહિતી મેળવી તેની સારવાર કરી શકાય.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે