Home> World
Advertisement
Prev
Next

France માં ત્રીજા લોકડાઉનની જાહેરાત, કોરોનાના વધતા કેસને પગલે લેવો પડ્યો નિર્ણય 

કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને (Emmanuel Macron) બુધવારે દેશમાં ત્રીજા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી. રાષ્ટ્રપતિના આદેશ મુજબ ફ્રાન્સમાં ત્રણ અઠવાડિયા સુધી શાળાઓ બંધ રહેશે. અત્રે જણાવવાનું કે ફ્રાન્સ હાલ કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ સહન કરી રહ્યું છે. 

France માં ત્રીજા લોકડાઉનની જાહેરાત, કોરોનાના વધતા કેસને પગલે લેવો પડ્યો નિર્ણય 

પેરિસ: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને (Emmanuel Macron) બુધવારે દેશમાં ત્રીજા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી. રાષ્ટ્રપતિના આદેશ મુજબ ફ્રાન્સમાં ત્રણ અઠવાડિયા સુધી શાળાઓ બંધ રહેશે. અત્રે જણાવવાનું કે ફ્રાન્સ હાલ કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ સહન કરી રહ્યું છે. 

fallbacks

ફ્રાન્સમાં કેમ લગાવવું પડ્યું લોકડાઉન?
અત્રે જણાવવાનું કે ફ્રાન્સ (France) માં કોરોના (Corona) ના કારણે મૃતકોની સંખ્યા એક લાખની નજીક પહોંચી ગઈ છે. કહેવાય છે કે રસીકરણની ધીમી ગતિ અને કોરોનાના ઝડપથી વધતા કેસને કારણે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ફ્રાન્સમાં લોકડાઉન લગાવવું પડ્યું. રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે (Emmanuel Macron)  કહ્યું કે જો આપણે હાલ લોકડાઉન ન કર્યું તો હાલાત કંટ્રોલ બહાર જતા રહેશે. 

ત્રણ અઠવાડિયાનું લોકડાઉન
અત્રે જણાવવાનું કે પેરિસમાં ગત અઠવાડિયાથી પ્રતિબંધ લાગુ છે. પેરિસના ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં કોરોનાનો પ્રકોપ વધુ છે. પરંતુ સમગ્ર ફ્રાન્સમાં આગામી ત્રણ અઠવાડિયા સુધી લોકડાઉન રહેશે. 

ફ્રાન્સમાં એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ
અત્રે જણાવવાનું કે મંગળવારે ફ્રાન્સમાં કોરોનાના 5072 જેટલા કેસ નોંધાયા. આ અગાઉ 23 એપ્રિલ 2020ના રોજ ફ્રાન્સમાં 5 હજાર કેસ નોંધાયા હતા. તેમણે વધુમાં કહ્યું કે લોકડાઉન કોરોના વાયરસની ગતિને રોકવા માટે સૌથી કારગર ઉપાય છે. ફ્રાન્સ પોતાના પાડોશી દેશોની સરખામણીમાં વધુ દિવસ સુધી શાળાઓ ખોલવામાં સફળ રહ્યું. 

નોંધનીય  છે કે ઈમેન્યુઅલ મેક્રોને વર્ષ 2021ની શરૂઆતમાં કહ્યું હતું કે ફ્રાન્સમાં ત્રીજુ લોકડાઉન નહીં લાગે. પરંતુ બુધવારે દેશમાં ત્રીજુ લોકડાઉન લાગી ગયું. 

Dirty Video Viral: આ દેશના રાષ્ટ્રપતિની ગંદી હરકતનો VIDEO વાયરલ, મહિલાના પ્રાઈવેટ પાર્ટને કર્યો ટચ
 

Corona Vaccine લીધા બાદ પણ અનેક લોકોને થાય છે કોરોના, જાણો કેમ? 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More