વોશિંગટનઃ અમેરિકાની દિગ્ગજ દવા ઉત્પાદક કંપની મોડર્ના કોરોના વાયરસ વેક્સિનના લેટ સ્ટેજ ટ્રાયલની તૈયારી કરી રહી છે. કંપની અનુસાર, 27 જુલાઈની આસપાસ તેની ટ્રાયલને શરૂ કરવામાં આવી શકે છે. મોડર્નાએ કહ્યું કે, તે અમેરિકાના 87 સ્ટડી લોકેશન પર આ વેક્સિનની ટ્રાયલનું આયોજન કરશે. માનવામાં આવી રહ્યું છે કે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં સફળ થયા બાદ કંપની કોઈ મોટી જાહેરાત કરી શકે છે.
સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં થશે ટ્રાયલ
આ એક્સપરિમેન્ટલ વેક્સિનની ટ્રાયલ રાજધાની વોશિંગટન ડીસી સિવાયદેશના 30 અન્ય રાજ્યોમાં કરવામાં આવશે. વેક્સિનની ટ્રાયલને લઈને પસંદ કરવામાં આવેલ અડધાથી વધુ લોકેશન કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત ટેક્સાસ, કેલિફોર્નિયા, ફ્લોરિડા, જોર્જિયા, એરિઝોના અને ઉત્તરી અને દક્ષિણ કેરોલિનામાં સ્થિત છે.
ટ્રમ્પ પ્રશાસને મોડર્નાને આપી આર્થિક સહાયતા
અમેરિકી સરકારે મોડર્નાને વેક્સિન વિકસિત કરવામાટે અડધા મિલિયન અમેરિકી ડોલરની આર્થિક સહાયતા આપી છે. આ વેક્સિનના પ્રથમ બે તબક્કાના ટ્રાયલને લઈને કંપનીએ સફળ હોવાનો દાવો કર્યો છે. પરંતુ તેની સાથે જોડાયેલા ડેટા કંપનીએ શેર કર્યાં નથી.
ત્રણ ગણા વધ્યા કંપનીના શેર
રિપોર્ટસ પ્રમાણે મોડર્ના કંપનીના શેર ફેબ્રુઆરી બાદ ત્રણ ગણા વધી ગયા છે. અમેરિકી શેર માર્કેટ નૈસ્ડૈકમાં લિસ્ટેડ આ કંપનીના શેરનું મૂલ્ય મંગળવારે 74.57 ડોલર છે. જાણવા મળી રહ્યું છે કે કોરોના વાયરસ વેક્સીનના સફળ પરીક્ષણ બાદ અમેરિકી દવા કંપનીના શેરોમાં તેજી જોવા મળી રહી છે.
વિશ્વમાં 13 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ ફેઝમાં
મહત્વનું છે કે વિશ્વમાં વર્તમાન સમયમાં કોરોના વાયરસ વેક્સિનને લઈને 120થી વધુ સ્પર્ધકો કામ કરી રહ્યાં છે. જ્યારે તેમાંથી 13 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં પહોંચી ચુકી છે. તેમાંથી સૌથી વધુ ચીનની વેક્સિન હ્યૂમન ટ્રાયલમાં છે. મહત્વનું છે કે ચીનમાં 5, બ્રિટનમાં 2, અમેરિકામાં 3, રૂસ, ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં 1-1 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ ફેઝમાં છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે