Home> World
Advertisement
Prev
Next

3 BHK ફ્લેટ વેચીને કપલે યુરોપમાં ખરીદી લીધું આખું ગામ, હવે અહીં ચરાવે છે ઘેટા-બકરા

Couple Buy Village in France: કપલે યુનાઇટેડ કિંગડમના માન્ચેસ્ટરમાં પોતાનો ફ્લેટ વેચી દીધો અને આ રૂપિયામાંથી આખું ગામ ખરીદી લીધું. હવે તેઓ અહીં બકરીઓ અને મરઘીઓનો ઉછેર કરી રહ્યા છે અને ક્યારેય શહેર તરફ પાછું વળીને જોવા માંગતા નથી.

3 BHK ફ્લેટ વેચીને કપલે યુરોપમાં ખરીદી લીધું આખું ગામ, હવે અહીં ચરાવે છે ઘેટા-બકરા

Couple Buy Village in France: ભાગદોડ ભરી જિંદગીથી કંટાળી આજકાલ લોકો ફરી એકવાર ગામડાઓ તરફ પ્રયાણ કરી રહ્યા છે. લોકો સુવિધાઓની શોધમાં શહેરો તરફ ભાગતા હતા, પરંતુ હવે તેઓ શાંતિ અને સુકૂનની શોધમાં ગ્રામીણ વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. બ્રિટનમાં રહેતા એક દંપતીએ પણ આવું જ કર્યું અને માન્ચેસ્ટર જેવી જગ્યાએ પોતાનો ત્રણ રૂમનો ફ્લેટ વેચીને ગામમાં શિફ્ટ થઈ ગયા.

fallbacks

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર 47 વર્ષની લિઝ મર્ફી અને તેના 56 વર્ષના પતિ ડેવિડે પોતાનો ફ્લેટ વેચી દીધો અને આ રૂપિયામાંથી આખું ગામ ખરીદી લીધું. હવે તેઓ અહીં બકરીઓ અને મરઘીઓનો ઉછેર કરી રહ્યા છે અને ક્યારેય શહેર તરફ પાછું વળીને જોવા માંગતા નથી. તેઓ કહે છે કે, ભલે તેની કમાણી ઘટી ગઈ હોય, પરંતુ તે અહીં એટલા ખુશ છે કે તે પાછા જવા માંગતો નથી.

ટૂંકા ગાળાનું રોકાણ કરવા માંગો છો તો આ સ્કીમમાં રોકો રૂપિયા, મળશે જબરદસ્ત રિટર્ન!

ફ્લેટ વેચીને ફ્રાંસમાં ખરીદ્યું ગામ
આ દંપતીએ જાન્યુઆરી 2021માં દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સમાં લેક ડી મેસનનું ઐતિહાસિક ગામ ખરીદ્યું હતું. આ માટે તેણે યુકેના માન્ચેસ્ટરમાં પોતાનું ત્રણ બેડરૂમનું ઘર વેચી દીધું. આમાંથી મળેલા રૂપિયાનો ઉપયોગ તેમણે 400 વર્ષ જૂના 6 ઘર, બે કોઠાર અને ત્રણ એકર જમીન ખરીદવામાં કર્યો. જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તેમણે આ જગ્યાને એક શાંત કોમર્શિયલ પ્લેસમાં બદલી નાખી. કપલના આ પ્રોજેક્ટ પછી તેમના માતા-પિતા પણ ત્યાં શિફ્ટ થઈ ગયા, તેથી તેઓ પાછા ફરવા માંગતા નથી.

ચંદ્રગ્રહણની સાથે સૂર્યગ્રહણ પણ મચાવશે તબાહી! આ 15 દિવસ 3 રાશિના જીવનમાં લાવશે ભૂચાલ

બકરા, મરઘી અને બિલાડીઓનો ઉછેર
એક સમયે રેડિયોમાં કામ કરતા આ કપલે તેમના ગામના ત્રણ ઘરોને હોલિડે હોમમાં ફેરવ્યા. તેઓ કુલ 19 લોકોની ક્ષમતાવાળા આ ઘરો પર સોલર પેનલ પણ લગાવી રહ્યા છે, જેથી તેઓ વધુ વ્યવસ્થિત બને. આ કપલનું કહેવું છે કે, તેઓ હવે યુકેમાં પહેલા જેટલા પૈસા કમાઈ શકતા નથી, પરંતુ તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે. તેમના પરનો તણાવ ઓછો થયો છે. પરિવારે ત્રણ બકરી, ચાર મરઘી અને ત્રણ બિલાડીઓ પણ પાળી છે અને શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More