Ryo Tatsuki Predictions: અમે વાત કરી રહ્યા છીએ રિયો તાત્સુકી વિશે. જાપાની લેખક જેની ભવિષ્યવાણીઓ અત્યાર સુધી ઘણી વખત સાચી પડી છે. તેમણે માત્ર 2020ની કોરોના મહામારીની જ ભવિષ્યવાણી નહીં, પરંતુ હવે તેણે દાવો કર્યો છે કે 2030માં ફરી એકવાર આ મહામારી ફરી એક વખત પરત ફરશે અને દુનિયાને ફરી એક મોટી આફતનો સામનો કરવો પડી શકે છે.
2030માં ફરી ફેલાશે 'કોરોના જેવો કહેર'?
તાત્સુકીના જણાવ્યા અનુસાર હાલમાં આ વાયરસ નિયંત્રણમાં છે તે અસ્થાયી રૂપે નિષ્ક્રિય રહેશે, પરંતુ તે 2030માં વૈશ્વિક સ્તરે ફરીથી સક્રિય થઈ શકે છે, અને તેની અસર પહેલા કરતા પણ વધુ ગંભીર હોઈ શકે છે. તેમણે આ બાબતો વિશે તેમના પુસ્તક "ધ ફ્યુચર એઝ આઈ સી ઈટ" (1999)માં ઘણા સમય પહેલા લખ્યું હતું, જેની ઘણી ઘટનાઓ પાછળથી સાચી સાબિત થઈ છે.
અડધું ભારત નથી જાણતું આ ખાનગી લોન વિશે, Personal Loanથી પણ ઘણી સસ્તી
કોણ છે રયો તાત્સુકી?
રયો તાત્સુકી કોઈ સામાન્ય લેખક નથી. જાપાનમાં તેમને "બાબા વેંગા ઓફ જાપાન" પણ કહેવામાં આવે છે. તેમણે તેમના પુસ્તકમાં ઘણા મોટા નામો અને ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમ કે ગાયક ફ્રેડી મર્કરી અને પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ, જેની ભવિષ્યવાણી તેમણે પહેલા જ કરી દીધી હતી. એટલું જ નહીં, તેણે જુલાઈ 2024માં જાપાનમાં ભયાનક સુનામી આવવાની ચેતવણી પણ આપી છે. તેમનું કહેવું છે કે, આ દુર્ઘટનાથી જાન-માલનું ભારે નુકસાન થઈ શકે છે.
કેળાની ખેતીથી બમ્પર કમાણી કરવાની શાનદાર તક, સરકાર આપી રહી છે 75 ટકા સબસિડી
પહેલા પણ સાચી પડી ચૂકી છે ભવિષ્યવાણીઓ
તાત્સુકીની વિશ્વસનીયતા પણ વધી છે કારણ કે તેણે 2020માં કોરોના મહામારી વિશે જે લખ્યું હતું તે ઘણી હદ સુધી સાચું સાબિત થયું હતું. તેણે તે સમયે લખ્યું હતું કે, માર્ચ-એપ્રિલમાં રોગચાળો તેની ટોચ પર પહોંચશે અને તે જ થયું હતું.
ઉનાળામાં તમારી આ 4 આદતો કરી શકે છે કિડનીને ડેમેજ, કરી લો આ બદલાવ નહીં થશે પછતાવો!
દુનિયામાં ચિંતા, પણ નિષ્ણાતનો અભિપ્રાય જરૂરી
જો કે, તાત્સુકીના શબ્દોએ વિશ્વને વિચારવા મજબૂર કરી દીધું છે, પરંતુ તબીબી નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો હાલમાં આવી આગાહીઓ પ્રત્યે સાવધ અભિગમ અપનાવવાની સલાહ આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે