Home> World
Advertisement
Prev
Next

કોરોનાના નવા સ્ટ્રેનનો ફેલાવવાનો ખતરો, આ દેશે પણ સસ્પેન્ડ કરી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ

શ્રીલંકા (Sri lanka) નાગરિક ઉડ્ડયન સત્તાએ ગત સપ્તાહ જાહેરાત કરી હતી કે તેઓ 26 ડિસેમ્બરના આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરી દેશે. કોવિડ-19 (COVID-19) મહામારીના કારણે 8 મહિનાથી આ ફ્લાઇટ્સ બંધ હતી.

કોરોનાના નવા સ્ટ્રેનનો ફેલાવવાનો ખતરો, આ દેશે પણ સસ્પેન્ડ કરી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ

કોલંબો: શ્રીલંકા (Sri Lanka)એ કોરોના વાયરસ (Coronavirus)ના નવા સ્ટ્રેન (Strain)ને ફેલાવતા રોકવા માટે કોમર્સિયલ ફ્લાઇટ્સ (Commercial Flights)ને શરૂ કરવાના નિર્ણયને સ્થિગિત કર્યો છે. આ પહેલા શ્રીલંકાએ તેમની હવાઈ ક્ષેત્રને કોમર્સિયલ ફ્લાઇટ્સ માટે ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ કાર્યક્રમ શનિવારે થવાનો હતો.

fallbacks

અધિકારીઓએ જાણકારી આપી છે કે, ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની આગામી તારીખની જાહેરાત થોડા સમય પછી કરવામાં આવશે.

આ પણ વાંચો:- વૈજ્ઞાનિકો કરી રહ્યા છે 'Disease X' ની શોધ, કોરોનાથી પણ ખતરનાક વાયરસનો ખતરો

8 મહિનાથી બંધ હતી ફ્લાઇટ્સ
શ્રીલંકા (Sri lanka) નાગરિક ઉડ્ડયન સત્તાએ ગત સપ્તાહ જાહેરાત કરી હતી કે તેઓ 26 ડિસેમ્બરના આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરી દેશે. કોવિડ-19 (COVID-19) મહામારીના કારણે 8 મહિનાથી આ ફ્લાઇટ્સ બંધ હતી.

એરપોર્ટ અને ઉડ્ડયન સેવાઓનો અધ્યક્ષ જી એ ચંદ્રાસિરીએ શનિવારે જણાવ્યું કે, ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા પર રોક લગાવવાનો નિર્ણય કોરોના વાયરસના નવા સ્ટ્રેન (corona new strain)ના સામે આવ્યા બાદ લેવામાં આવ્યો છે જે બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

આ પણ વાંચો:- Britain, South Africa બાદ હવે આ દેશમાં આવ્યો New Corona Strain પ્રથમ કિસ્સો

રવિવારના આવતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
એરપોર્ટના અન્ય વરિષ્ઠ અધિકારી રાજીવા સૂરિયારાચ્છીએ જણાવ્યું કે, સ્થગિત કરવામાં આવતા રશિયાના પર્યટકોને લઇને રવિવારના આવી રહેલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

તેમને જણાવી દઇએ કે, દુનિયાભરમાં ઘણા દેશોએ નવા કોરોના વાયરસના ખતરાને જોતા, તેમની ભૂમિ તેમજ સમુદ્રી સીમા બંધ કરવાની સાથે જ કોમર્સિયલ ફ્લાઇટ્સ સ્થગિત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More