નવી દિલ્હી: નેપાળની સાઇબર સિક્યુરિટી ટીમે ચીનના 122 શખ્સોને જેલ હવાલે કર્યા છે. સાઇબર ક્રાઇમ અને બેંક ઠગાઇના આરોપમાં આ ટોળકીને ઝડપી લેવામાં આવી છે. આરોપ છે કે આ શખ્સો ચીનના નાગરિક ટૂરિસ્ટ વિઝા પર નેપાળ આવ્યા હતા અને અહીંથી સાઇબર ક્રાઇમ અને બેંક સાથે ઠગાઇ જેવા ગુનાઓને અંજામ આપી રહ્યા હતા. ચીનના નાગરિકો પર બેંકના કેશ મશીનોને હેક કરવાનો પણ આરોપ છે. અહીં નોંધનિય છે કે, ચીને પોતાના નાગરિકોની ધરપકડની વાતને સમર્થન આપ્યું છે.
ચીન તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે, નેપાળ તરફથી કરાયેલી કાર્યવાહીમાં ચીનના સુરક્ષા અધિકારીઓએ પણ સહયોગ આપ્યો છે. કાઠમંડુના બહારના વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારમાં કરાયેલા કાર્યવાહી દરમિયાન 500થી વધુ લેપટોપ જપ્ત કરાયા છે.
કાઠમંડુના પોલીસ પ્રમુખ સુબેદીએ જણાવ્યું કે, શક છે કે આરોપીઓએ આર્થિક ગુનાઓ કર્યા અને બેંકોના રોકડ મશીનને પણ હેક કર્યા હશે. તેમણે કહ્યું કે, આવું પ્રથમ વખત છે કે કોઇ વિદેશીઓને આટલી મોટી સંખ્યામાં હિરાસતમાં લેવામાં આવ્યા હોય.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
આ ધરપકડ અંગે પ્રતિક્રિયા આપતાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકત્તા ગેંગ શુઆંગે મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં કહ્યું કે, મને જે જાણકારી મળી છે એ અનુસાર આ ચીની નીગરિકો સામે સરહદ પાર સાઇબર છેતરપિંડીનો આરોપ છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે