Cyclone Alfred in Australia: ઓસ્ટ્રેલિયાના દક્ષિણ પૂર્વ કાંઠા વિસ્તારમાં દુર્લભ કેટેગરી 2નું વાવાઝોડું 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર ઘરો ખાલી કરવાની ચેતવણી અપાઈ છે. પૂર્વ અને દક્ષિણ ઔસ્ટ્રેલિયન શહેરો ક્વિન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સમાં ટ્રેનો, બસો અને ફેરીની અવરજવરને રોકવામાં આવી છે. જ્યારે સિડની અને મેલબર્ન અંગે ચેતવણી ઈશ્યુ કરાઈ છે. ગોલ્ડકોસ્ટ એરપોર્ટને સ્થાનિક સમય મુજબ સાંજે 4 વાગે બંધ કરવાનો આદેશ અપાયો. ઓસ્ટ્રેલિયન હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ સાઈક્લોન અલફ્રેડ મારુચીડોર અને કુલંગટ્ટા વચ્ચે શુક્રવારે તબાહી સાથે લેન્ડફોલ કરી શકે છે.
સ્થાનિક પ્રશાસન લોકોને સતત એલર્ટ કરી રહ્યું છે. પ્રશાંત મહાસાગરમાં ઓસ્ટ્રેલિયન નેવી સતત બચાવ અભિયાનની કવાયતમાં છે. ચક્રવાત અલ્ફ્રેડનો અંદાજિત માર્ગ જોતા પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ લોકોને કહ્યું છે કે જો હજુ પણ વિસ્તાર ખાલી કરવા માટે ન વિચાર્યું હોય તો આ યોગ્ય સમય છે કે સ્થિતિ ખરાબ થતા પહેલા ત્યાંથી નીકળી જાઓ. કારણ કે ખુબ જ દુર્લભ શ્રેણીન 2નું તોફાન ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વ તટ તરફ આગળ વધી રહ્યું છે.
રાતે આપશે દસ્તક
ક્વીન્સલેન્ડના પ્રીમિયર ડ઼વિડ ક્રિસફૂલીએ ચેતવણી આપતા કહ્યું કે એ વાતની શક્યતા છે કે આ ચક્રવાત મધરાતે હાઈ ટાઈડ સાથે તટોને પાર કરીને દસ્તક આપી શકે છે. આ સાથે જ તેના પાણી અને વાપસીનો હજુ રસ્તો ન બની રહ્યો હોય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શક્યતા છે. તો હજુ પણ સમય છે કે લોકો ઘરો ખાલી કરે, સુરક્ષિત સ્થળોએ પહોંચે અને બચાવ અભિયાનમાં પ્રશાસનની મદદ કરે.
અનેક એરપોર્ટ બંધ
બેલિના બાયરન ગેટવે એરપોર્ટને બુધવારે અને ગુરુવારે ભારે પવનના કારણે બંદ કરી દેવાયા છે. વર્જિન ઓસ્ટ્રેલિયા, જેટસ્ટાર અને ક્વાન્ટાસ જેવી પ્રમુખ એરલાઈનોએ સાઈક્લોનની ઝપેટમાં આવનારા એરપોર્ટથી આવતી જતી તમામ ફ્લાઈટો રદ કરી છે. બ્રિસ્બેન એરપોર્ટ ખુલ્લું છે પરંતુ અનેક એરલાઈનોએ તોફાનના કારણે ફ્લાઈટો રદ કરી છે.
સિડની અને મેલબર્ન માટે સામાન્ય રીતે અઠવાડિયામાં 45 ફ્લાઈટ સંચાલિત કરનારા બેલિના બાયરન ગેટવે એરપોર્ટે મુસાફરોને લેટેસ્ટ અપડેટ માટે સીધા પોતાના એર કેરિયરનો સંપર્ક કરવાની સલાહ આપી છે. એરપોર્ટે જણાવ્યું છે કે સુરક્ષા એક પ્રાથમિક ચિંતા છે અને મુસાફરોને પોતાની ફ્લાઈટ્સના ઘટનાક્રમ વિશે અપડેટ રહેવાની સલાહ આપી.
બસ, ટ્રેન બધુ બંધ
બ્રિસબેનમાં બુધવારથી ટ્રેનો, બસો અને ફેરી સર્વિસ બંધ કરી દેવાઈ છે. ક્વીન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સ (NSW) મા અનેક મેચ અને કાર્યક્રમો રદ કરાયા છે. હવામાન વિજ્ઞાન બ્યુરો (BoM) મુજબ અલ્ફ્રેડ હવે બ્રિસબેનથી લગભગ 325 કિમી પૂર્વમાં છે. તે 16 કિમી પ્રતિ કલાકની ઝડપથી દક્ષિણ પૂર્વ ક્વીન્સલેન્ડ તટ તરફ આગળ વધી રહ્યું છે. અલફ્રેડ ગુરુવાર કે શુક્રવારેના રોજ બ્રિસ્બેનના ઉત્તરમાં તોફાનના આવવાની સંભાવના છે. જેનાથી અડધા મીટરથી વધુ વરસાદ, પૂર, અને ખતરનાક પવન ફૂંકાશે. કાંઠા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થવાની આશંકા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે