Home> World
Advertisement
Prev
Next

ડેનિયલ પર્લ મર્ડરકેસમાં ISI અને પાક. ગૃહમંત્રીના કારણે આતંકવાદીઓની ફાંસી અટકી

અમેરિકાનાં પત્રકાર ડેનિયલ પર્લની (Daniel Pearl) હત્યા મુદ્દે મોટા સમાચારો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનની સિંધ હાઇકોર્ટે ગુરૂવારે હત્યાનાં મુખ્ય આરોપી અહેમદ ઉમર સઇદ શેખની સજાને ઘટાડી દીધી છે. શેખને પહેલા કોર્ટે મોતની સજા ફટકારી હતી પરંતુ હવે આ સજાને ઘટાડી દેવામાં આવી છે અને શેખને 7 વર્ષની સજા આપવામાં આવી છે. આ ઉપરાંત બાકીનાં ત્રણ આરોપીઓ ને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ ત્રણેયને પહેલા ઉંમર કેદની સજા મળી હતી. આ ત્રણેયનું નામ ફહદ નસીમ, સલમાન સાકિબ અને આદિલ છે. 

ડેનિયલ પર્લ મર્ડરકેસમાં ISI અને પાક. ગૃહમંત્રીના કારણે આતંકવાદીઓની ફાંસી અટકી

નવી દિલ્હી : અમેરિકાનાં પત્રકાર ડેનિયલ પર્લની (Daniel Pearl) હત્યા મુદ્દે મોટા સમાચારો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનની સિંધ હાઇકોર્ટે ગુરૂવારે હત્યાનાં મુખ્ય આરોપી અહેમદ ઉમર સઇદ શેખની સજાને ઘટાડી દીધી છે. શેખને પહેલા કોર્ટે મોતની સજા ફટકારી હતી પરંતુ હવે આ સજાને ઘટાડી દેવામાં આવી છે અને શેખને 7 વર્ષની સજા આપવામાં આવી છે. આ ઉપરાંત બાકીનાં ત્રણ આરોપીઓ ને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ ત્રણેયને પહેલા ઉંમર કેદની સજા મળી હતી. આ ત્રણેયનું નામ ફહદ નસીમ, સલમાન સાકિબ અને આદિલ છે. 

fallbacks

શેખનાં વકીલે કહ્યું કે, શેખ ગત્ત 18 વર્ષથી જેલમાં છે, એટલા માટે તેમને મુક્ત કરવા માટેના આદેશ થોડા  જ સમયમાં આવી જશે અને તેઓ થોડા જ દિવસોમાં મુક્ત થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પર્લની હત્યા બાદ શેખે પાકિસ્તાની આર્મીના અધિકારી બ્રિગેડિયર એજાજ શાહની સામે સરેન્ડર કરી દેવામાં આવ્યું હતું. શાહે આ સમયે પાકિસ્તાન સરકારમાં ગૃહમંત્રી છે. શેખને જેલની બહાર કાઢવામાં એજાજ શાહ અને ISI નો મહત્વનો રોલ માનવામાં આવી રહ્યો છે. 

નેશનલ સિક્યોરિટી એડ્વાઇઝરી બોર્ડનાં સભ્ય તિલક દેવેશ્વરે કહ્યું કે, ઉમર શેખે ધરપકડ પહેલા જ બ્રિગેડિયર એજાજ શાહની સામે સરેન્ડર કરી દીધું હતું. ત્યારે શેખ તેનો એજન્ટ હતો. એટલા માટે એજાજ ઇચ્છતા હતા કે તેના એજન્ટો તમામ જેલની બહાર હોય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More