Home> World
Advertisement
Prev
Next

બેરૂત બ્લાસ્ટ: 78 લોકોના મોત, 4000થી વધુ લોકો ઇજાગ્રસ્ત, પીએમએ કહ્યું- છોડીશું નહી

લેબનાનની રાજધાની બેરૂતમાં એક મોટો વિસ્ફોટ થયો જેમાં પોર્ટનો એક મોટો ભાગ અને ઘણી બિલ્ડીંગો ક્ષતિગ્રસ્ત થઇ છે. તેમાં ઓછામાં ઓછા 78 વ્યક્તિઓના મોત થયા છે અને 4,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

બેરૂત બ્લાસ્ટ: 78 લોકોના મોત, 4000થી વધુ લોકો ઇજાગ્રસ્ત, પીએમએ કહ્યું- છોડીશું નહી

બેરૂત: લેબનાનની રાજધાની બેરૂતમાં એક મોટો વિસ્ફોટ થયો જેમાં પોર્ટનો એક મોટો ભાગ અને ઘણી બિલ્ડીંગો ક્ષતિગ્રસ્ત થઇ છે. તેમાં ઓછામાં ઓછા 78 વ્યક્તિઓના મોત થયા છે અને 4,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. લેબનાનના વડાપ્રધાન હસન દિઆબે કહ્યું કે જવાબદાર લોકોને છોડવામાં નહી આવે. 

fallbacks

અધિકારીઓએ  જણાવ્યું કે વિસ્ફોટના ઘણા કલાકો બાદ પણ એમ્બુલન્સ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી રહી છે. તો બીજી તરફ સેનાના હેલિકોપ્ટર પોર્ટ પર લાગેલી આગ ઓલવવામાં મદદ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘણા ઇજાગ્રસ્તોની સ્થિતિ એકદમ નાજુક છે, એવામાં મૃતકોની સંખ્યા ખૂબ વધી શકે છે. 

લેબનાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે આ બ્લાસ્ટ 2750 ટન એમોનિયા નાઇટ્રેડના કારણે થયો, જે પોર્ટ પર 6 વર્ષથી કોઇપણ સુરક્ષા સાથે રાખવામાં આવ્યો હતો. લેબનાનના વડાપ્રધાનમંત્રી હસસ્ન દિઆબે કહ્યું કે જવાબદાર લોકોને છોડવામાં નહી આવે.

લેબનાનના સામાન્ય સુરક્ષાના પ્રમુખ અબ્બાસ ઇબ્રાહિમે કહ્યું કે હોઇ શકે છે કે બ્લાસ્ટ વધુ પડતી વિસ્ફોટક સામગ્રીથી થયો, જેને થોડા સમય પહેલાં એક જહાજ પરથી જપ્ત કરવામાં આવ્યો હતો અને પોર્ટ પર રાખવામાં આવ્યો હતો. 

કેટલાક લોકોનું કહેવું છે કે જ્યારે બ્લાસ્ટ થયો, તો એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય, આ બ્લાસ્ટની અસર દૂર સુધી જોવા મળી. આ વિસ્ફોટથી આગ લાગી ગઇ, કારો પલટી ખાઇ ગઇ અને બારીઓ અને દરવાજાના કાચ તૂટી ગયા. દરેક તરફ ધૂમાડો જ ધૂમાડો ફેલાયેલો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More