Dog Worship: એ વાત સાચી છે કે અનેક દંતકથાઓમાં શ્વાનને અલગ અલગ રીતે દેખાડવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવો પણ દેશ છે જ્યાં કૂતરાની પૂજા થાય છે. આ દેશ આપણા પાડોશમાં આવેલો છે જ્યાં રોટી અને બેટીનો વ્યવહાર પણ ચાલે છે. અહીં એક દિવસ કુકુર તિહાર નામનો પર્વ આવે છે. જ્યારે શ્વાનની પૂજા થાય છે.
આ દેશ છે નેપાળ. નેપાળમાં એક દિવસ કુકુર તિહાર નામનો પર્વ ઉજવાય છે. ઓક્ટોબરમાં પાંચ દિવસ સુધી ચાલનારા તિહાર ફેસ્ટીવલની શરૂઆત થાય છે ત્યારે આ પર્વ ઉજવાતો હોય છે. ફેસ્ટીવલના બીજા દિવસે કુકુર તિહારની ઉજવણી થાય છે.
અસલમાં જે સમયે દિવાળીની ધૂમ મચેલી હોય છે. તે સમયે નેપાળમાં કુકુર તિહાર ઉજવાય છે. આ દિવસે શ્વાનને તેમની વફાદારી માટે દેવદૂત સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કુકુર તિહાર હેઠળ તિલક માળા અને આરતી ઉતારીને કૂતરાને અનેક પકવાન ખવડાવવામાં આવે છે. આ અવસરે આખા નેપાળમાં કૂતરાની પૂજા થાય છે. તેમને માળા પહેરાવાય છે અને તિલક કરાય છે.
શ્વાન માટે ખાસ પ્રકારના વ્યંજન પણ બનાવવામાં આવે છે. તેમને ખવડાવવામાં આવે છે. આ સાથે જ તેમને દહીં પણ ખવડાવવામાં આવે છે. આ કુકુર તિહાર દરમિયાન નેપાળના લોકો કૂતરા માટે પ્રાર્થના કરે છે અને સન્માન આપે છે તથા આ ઉપરાંત એક આખો દિવસ તેમના નામે હોય છે. આ દિવસે નાના બાળકો સહિત બધા કૂતરાને લાડ પ્યાર કરે છે.
શ્વાનને દૂધ, ઈંડા જેવી અનેક ચીજો ખવડાવવામાં આવે છે. કુકુર તિહારનો ઉત્સવ એ વિશ્વાસ સાથે જોડાયેલો છે કે કૂતરા મૃત્યુના દેવતા યમરાજના દૂત છે અને આ દિવસો દરમિયાન લોકો યમરાજને ખુશ કરવા માટે મનુષ્યના સૌથી વફાદાર દોસ્તની પૂજા કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે