Home> World
Advertisement
Prev
Next

US Elections Result: ટ્રમ્પે ફરી જીતનો કર્યો દાવો, કહ્યું- illegal votes થી જીત ચોરી કરવાની કોશિશ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી પોતાની જીતના દાવાને દોહરાવ્યો છે. આ સાથે જ આશંકા વ્યક્ત કરી છે કે ગેરકાયદેસર મતો દ્વારા આ ચૂંટણીની 'ચોરી'ની કોશિશ થઈ રહી છે. 

US Elections Result: ટ્રમ્પે ફરી જીતનો કર્યો દાવો, કહ્યું- illegal votes થી જીત ચોરી કરવાની કોશિશ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ( us presidential election)  માટે મતગણતરી ચાલુ છે. ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેન (Joe Biden) બહુમતના આંકડાની ખુબ નજીક છે અને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) તેમનાથી ઘણા પાછળ છે. બાઈડેન 264 મત સાથે ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ છે. જ્યારે ટ્રમ્પને અત્યાર સુધીમાં 214 ઈલેક્ટોરલ મત મળ્યા છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી પોતાની જીતના દાવાને દોહરાવ્યો છે. આ સાથે જ આશંકા વ્યક્ત કરી છે કે ગેરકાયદેસર મતો દ્વારા આ ચૂંટણીની 'ચોરી'ની કોશિશ થઈ રહી છે. 

fallbacks

ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કહ્યું કે, "જો તમે લીગલ મતોની ગણતરી કરો તો હું આરામથી જીતી રહ્યો છું. પરંતુ જો તમે ગેરકાયદેસર (મેઈલ ઈન બેલેટ્સ) મત ગણશો તો તેઓ (ડેમોક્રેટ) તેના દ્વારા અમારી પાસેથી જીત છીનવવાની કોશિશ કરી શકે છે. હું અનેક મોટા રાજ્યોમાં ઐતિહાસિક માર્જિન સાથે જીતી ચૂક્યો છું."

ઓપિનિયન પોલ્સમાં જાણી જોઈને દેખાડવામાં આવી 'બ્લ્યુ વેવ'
ટ્રમ્પે ઓપિનિયન પોલ્સને ફેક ગણાવતા કહ્યું કે, "ઓપિનિયન પોલ્સ કરનારાઓએ જાણી જોઈને આખા દેશમાં બ્લ્યુ વે (ડેમોક્રેટના પક્ષમાં) દેખાડ્યું. અસલમાં આવી કોઈ બ્લ્યુ વેવ હતી નહી. સમગ્ર દેશમાં મોટી રેડ વેવ (રિપબ્લિકનના પક્ષમાં) છે, જેનો મીડિયાને પણ અંદાજો હતો પરંતુ અમને તેનો ફાયદો થયો નહીં."

US Election: જીત પાક્કી જોતા બાઈડેને ખુશ થઈને કરી આ ટ્વીટ, ટ્રમ્પે જવાબમાં શું કહ્યું તે જાણો

મેઈલ ઈન બેલેટ્સનું એકતરફી હોવું ચોંકાવનારું
મેઈલ ઈન બેલેટ્સમાં ગડબડીની આશંકા વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું કે ચોંકાવનારી વાત છે કે મેઈલ ઈન બેલેટ્સ કોઈ એક પક્ષ (ડેમોક્રેટ) તરફ જ જોવા મળી રહ્યા છે. આ એક ભ્રષ્ટ પ્રેક્ટિસ છે અને લોકોને પણ ભ્રષ્ટ બનાવે છે, ભલે તેઓ અંદરથી એવા ન પણ હોય. 

જીતથી એક ડગલું દૂર બાઈડેન
અત્રે જણાવવાનું કે કુલ 538 ઈલેક્ટોરલ મતોમાંથી બહુમત માટે 270 ઈલેક્ટોરલ મતની જરૂર હોય છે. ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડનને અત્યાર સુધીમાં 264 મળી ગયા છે જ્યારે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના ફાળે 214 મત આવ્યા છે. જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ફરીથી ચૂંટાઈ આવવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. નિર્ણાયક ગણાતા વિસ્કોન્સિન અને મિશિગનમાં જીત મેળવતા જ બાઈડેન જીતની નજીક પહોંચી ગયા. જો બાઈડેનને હવે માત્ર 6 મતની જરૂર છે. 

વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ફરીથી વ્હાઈટ હાઉસની રેસ જીતવી અત્યારે તો મુશ્કેલ જોવા મળી રહી છે. 270ના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે તેમણે ચાર  બચેલા 'બેટલગ્રાઉન્ડ' રાજ્યો પેન્સિલ્વેનિયા, નોર્થ કેરોલિના, જ્યોર્જિયા અને નેવાદામાં જીત મેળવવી પડશે. બેટલગ્રાઉન્ડ એવા રાજ્યોને કહેવાય જ્યાં ટ્રેન્ડ સ્પષ્ટ નથી હોતા. 

જો બાઈડેને બરાક ઓબામાને પણ પાછળ છોડ્યા, અમેરિકી ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા

અમેરિકી ઈતિહાસમાં સૌથી વધુ મેળવનાર ઉમેદવાર બન્યા બાઈડેન
હજુ લાખો મતોની ગણતરી થવાની બાકી છે અને પહેલેથી જ બાઈડેનને 7.1 કરોડથી વધુ મતો મળી ચૂક્યા છે. જે અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ છે. બુધવારે પત્રકાર પરિષદમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેમને ચૂંટણી જીતવાની આશા છે. તેમણે કહ્યું કે હું એક અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શાસન કરીશ. જ્યારે અમે જીતીશું તો કોઈ લાલ કે બ્લ્યુ રાજ્ય નહીં હોય, માત્ર સંયુક્ત રાજ્ય અમેરિકા હશે. 

ટ્રમ્પ અભિયાન દળે જ્યોર્જિયા, મિશિગન અને પેન્સિલ્વેનિયામાં કેસ દાખલ કર્યા છે અને વિસ્કોન્સિનમાં ફેર મતગણતરીની માગણી કરી છે. ટ્રમ્પે બુધવારે પોતાના ઘરે જ વધુ સમય વિતાવ્યો. તેમણે ટ્વિટર પર અનેક મહત્વપૂર્ણ રાજ્યોમાં જીતના દાવા કર્યા. ટ્રમ્પના અભિયાન મેનેજમેન્ટ બિલ સ્ટીફને કહ્યું કે રાષ્ટ્રપતિ અનેક કાઉન્ટીઓમાં ગેરરીતિઓનો હવાલો આપતા વિસ્કોન્સિનમાં ફરીથી મતગણતરી કરાવવાની ઔપચારિક રીતે ભલામણ કરશે. તેમણે કહ્યું કે મિશિગન અને પેન્સિલ્વેનિયામાં કેસ દાખલ કરાયા છે. જ્યારે પેન્સિલવેનિયામાં હજુ તો ઘણા મતોની ગણતરી બાકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More