Home> World
Advertisement
Prev
Next

PM મોદીના સંબોધનની બરાબર પહેલા બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ- અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવામાં કરી મદદ

પીએમ મોદીએ આજે રાત્રે 8 વાગે દેશને સંબોધન કર્યું. પરંતુ તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસથી સંબોધન કરતા કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવામાં તેમણે મદદ કરી છે. 

PM મોદીના સંબોધનની બરાબર પહેલા બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ- અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવામાં કરી મદદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપી દીધુ. ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવામાં તેમણે મદદ કરી છે. શનિવારે મારા પ્રશાસને ભારત અને પાકિસ્તાન વચ્ચે તત્કાળ યુદ્ધવિરામ કરાવવામાં મદદ કરી. મને લાગે છે કે આ સ્થાયી યુદ્ધવિરામ હશે. જે દેશો પાસે ખુબ પરમાણુ હથિયારો છે....

fallbacks

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે  મને તમને એ જણાવતા ખુબ ગર્વ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાનનું નેતૃત્વ અડગ અને શક્તિશાળી હતું. બંને મામલામાં અડિગ- તેઓ વાસ્તવમાં સ્થિતિની ગંભીરતાને સંપૂર્ણ રીતે જાણવા અને સમજવા માટે શક્તિ, બુદ્ધિ અને ધૈર્ય ધરાવવાના દ્રષ્ટિકોણથી અડગ હતા અને અમે ખુબ મદદ કરી અને અમે વેપારમાં પણ મદદ કરી. મે કહ્યું, ચલો અમે તમારી સાથે ખુબ વેપાર કરવા જઈ રહ્યા છીએ. તેને રોકીએ છીએ, તેને રોકીએ છીએ. જો તમે તેને રોકશો તો અમે વેપાર કરીશું. જો તમે તેને નહીં રોકો તો અમે વેપાર નહીં કરીએ. લોકોએ ક્યારેય વપારનો એ રીતે ઉપયોગ નથી કર્યો જેવો મે કર્યો. હું તમને જણાવી શકું છું કે અચાનક તેમણે કહ્યું કે મને લાગે છે કે આપણે અટકવું જોઈએ અને તેમણે આમ કર્યું. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાકિસ્તાન શસ્ત્રવિરામ પર કહ્યું કે, અમે પરમાણુ સંઘર્ષને રોક્યો. મને લાગે છે કે આ એક ખરાબ પરમાણુ યુદ્ધ થઈ શકતું હતું. લાખો લોકો મરી શકતા હતા. હું ઉપરાષ્ટ્રપતિ જડી વેન્સ અને વિદેશમંત્રી માર્કો રૂબિયોનો તેમના કામ માટે આભાર માનું છું. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે પાકિસ્તાન સાથે ખુબ વેપાર કરવા જઈ રહ્યા છીએ. અમે ભારત સાથે ખુબ વેપાર કરવા જઈ રહ્યા છીએ. અમે હાલ ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમે જલદી પાકિસ્તાન સાથે પણ વાતચીત કરવા જઈ રહ્યા છીએ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More