Trump Tariff plan: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફને લઈને જે દાંવ રમ્યો છે તે આખી દુનિયામાં ચર્ચાનો વિષય છે. તેમની વ્યાપક ટેરિફ યોજના વિશ્વવ્યાપી અર્થતંત્ર અને તેના સાથી દેશો સાથે અમેરિકાના વેપાર સંબંધોને અસર કરનારી હશે. હાલમાં તેમની યોજના ઠંડી પડતી જોવા મળી રહી છે કારણ કે ટ્રમ્પનું ધ્યાન હવે સીધું ચીન સાથે ચાલી રહેલા ટ્રેડ વોર પર છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું ટ્રમ્પ વાસ્તવમાં પોતાના લક્ષ્યો હાંસલ કરી શકશે? ચાલો આપણે 5 મુખ્ય લક્ષ્યો પર એક નજર કરીએ જે તેમણે આ વ્યૂહરચના દ્વારા હાંસલ કરવાનો પ્રયાસ કર્યો છે.
બેસ્ટ ટ્રેડ ડીલ કરવાનો ઈરાદા
ટ્રમ્પનો પહેલો ઉદ્દેશ્ય એવા વેપાર કરારો લાવવાનો હતો જે અમેરિકાના હિતમાં હોય. તેમણે દાવો કર્યો હતો કે અન્ય દેશો દાયકાઓથી અમેરિકાને લૂંટી રહ્યા છે. આ વિચારસરણી હેઠળ તેમણે 60થી વધુ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની વાત કરી. તેના કારણે તેમના સહયોગી દેશોમાં પણ ગભરાટ ફેલાયો હતો. વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે કે 75થી વધુ દેશોએ આ મુદ્દે ટ્રમ્પનો સંપર્ક કર્યો છે. જોકે, હાલમાં દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશો સાથે વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પે 90 દિવસનો સમયગાળો આપ્યો છે જેમાં આ દેશો અમેરિકા સાથે કરાર કરી શકે છે.
ઘરેલું ઉદ્યોગોને મજબૂત બનાવવા
બીજો ધ્યેય અમેરિકાના સ્થાનિક ઉદ્યોગોને મજબૂત કરવાનો છે. ટ્રમ્પનો ઇરાદો અમેરિકન ફેક્ટરીઓને ફરીથી સક્રિય કરવાનો અને નોકરીઓ પરત લાવવાનો છે. જો કે, ટેરિફની સતત બદલાતી સ્થિતિએ રોકાણકારોમાં મૂંઝવણ ઊભી કરી છે. ઉદ્યોગપતિઓ જોવા માંગે છે કે આ પોલિસી કેટલી કાયમી છે, તો જ તેઓ નવું રોકાણ કરશે. વર્તમાન પરિસ્થિતિમાં કેટલાક કાર નિર્માતા અને સ્ટીલ ઈન્ડરસ્ટ્રી તેનાથી ચોક્કસપણે પ્રભાવિત થઈ છે. પરંતુ મોટું ચિત્ર હજુ સ્પષ્ટ નથી.
ચીન પર સીધો હુમલો
ટ્રમ્પના ટેરિફ પ્લાનનું વાસ્તવિક લક્ષ્ય ચીન છે. તેમના મતે ચીનને વેપારમાં અમેરિકાથી સૌથી વધુ ફાયદો થયો છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓ પણ માને છે કે આ વેપાર સંઘર્ષનું મુખ્ય કારણ ચીન છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે તેઓ ચીનથી નહીં પરંતુ અગાઉના અમેરિકી રાષ્ટ્રપતિઓની નબળી નીતિઓથી નારાજ છે. ટ્રમ્પનો સંદેશ સ્પષ્ટ છે કે તેઓ ચીન સાથે કડકાઈથી વ્યવહાર કરવા માંગે છે, પરંતુ તેમને આ મુકાબલાની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. પછી તે રાજકીય હોય કે આર્થિક.
સરકારની આવકમાં વધારો
ટ્રમ્પે વચન આપ્યું હતું કે ટેરિફ મોટા પાયે આવક વધારશે જેનો ઉપયોગ ટેક્સ ઘટાડવા અને સરકારી દેવું ઘટાડવા માટે થઈ શકે છે. ટેક્સ ફાઉન્ડેશન અનુસાર 10 ટકા સામાન્ય ટેરિફ આગામી 10 વર્ષમાં લગભગ 2 ટ્રિલિયન ડોલરની આવક પેદા કરી શકે છે. જો કે, આ ત્યારે જ શક્ય છે જો આયાત પર ટેરિફ લાદવાનું ચાલુ રહે અને અમેરિકા સ્થાનિક ઉત્પાદન તરફ ન વળે.
મોંઘવારી પર લગામ લગાવવાનું વચન
અમેરિકન ગ્રાહકોને રાહત આપવી એ પણ ટ્રમ્પનું મોટું વચન હતું. તેમનું માનવું છે કે સ્થાનિક ઉત્પાદન વધવાથી સ્પર્ધા મજબૂત થશે અને ભાવ ઘટશે. પરંતુ અર્થશાસ્ત્રીઓ કહે છે કે ટેરિફ માત્ર ફુગાવો વધારશે, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ પર. ટેક્સ ફાઉન્ડેશનનો ડેટા દર્શાવે છે કે અમેરિકન પરિવારનો વાર્ષિક ખર્ચ સરેરાશ 1,253 ડોલર વધી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે