વોશિંગ્ટન: અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ રવિવારે કહ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકા આ વર્ષના અંત સુધી કોરોના વાયરસની વેક્સીન (coronavirus vaccine) બનાવી લેશે.
વોશિંગ્ટન ડીસીના લિંકન મેમોરિયલથી પ્રસારિત થનાર ફોક્સ ન્યૂઝના 'ટાઉન હોલ' શોમાં ટ્રમ્પે કહ્યું કે 'અમે ખૂબ જ આશ્વસ્ત છીએ કે અમારી પાસે વર્ષના અંત સુધી વૈક્સીન હશે. તેમણે એ પણ કહ્યું કે સપ્ટેમબરમાં સ્કૂલો અને યૂનિવર્સિટીઓને ફરીથી ખોલવાનો આગ્રહ કરીશું.
કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સીનના દાવા તો કરવામાં આવી રહ્યા છે પરંતુ અત્યાર સુધી કોઇના હાથે વેક્સીન લાગી નથી. અમેરિકા અને બાકી દેશો વચ્ચે COVID-19 વિરૂદ્ધ સૌથી પહેલા વેક્સીન બનાવી લેવાની લાઇન લાગી છે.
ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે તે ખુશ હશે જો કોઇ બીજો દેશ અમેરિકા શોધકર્તાઓને દવા શોધવામાં માત આપે. તેમણે કહ્યું કે જો કોઇ બીજો દેશ હશે તો તેમના માટે મારી સલામ. મને એ વાતથી ફરક નથી પડતો, હું બસ એવી વેક્સીન ઇચ્છું છું કે જે કામ કરતી હોય. ટ્રમ્પે સ્વિકાર કર્યો કે તે વેક્સીનને લઇને લગાવવામાં આવેલા અનુમાનો પર પોતાના સલાહકારો સાથે પણ વધુ આશ્વસ્ત છે.
તેમણે કહ્યું કે 'હવે ડોક્ટર કહેશે કે તમારે આમ ન કરવુ6 જોઇએ, પરંતુ હું તો એમ જ કહીશ, જે હું વિચારું છું, એક રિસર્ચમાં ઝડપથી થાય હ્યૂમન ટ્રાયલ દરમિયાન ખતરા વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે 'તે વોન્ટિલેયર છે જે પોતે આગળ આવ્યા છે, તે જાણે કે શું કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર .
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે