નવી દિલ્હી: તમે અનેક લોકોને લોટરી ટિકિટ ખરીદતા જોયા હશે અને લકી ડ્રો જીતતા જોયા હશે કે સાંભળ્યું હશે. પરંતુ પંજાબના બલબીરે લકી ડ્રો જીતવા માટે ન તો કોઈ લોટરીની ટિકિટ લીધી કે ન કોઈ રોકાણ કર્યું. બસ ખાલી મોબાઈલ નંબર બદલ્યો. એક મોબાઈલ નંબર બદલવાની સાથે જ બલબીરને એવું ઈનામ મળી ગયું કે જેના માટે લોકો સપના જોયા કરતા હોય છે. લકી ડ્રોમાં તેને દુનિયાની મોંઘી કારોમાં જેની ગણતરી થાય છે તે કાર ઈનામમાં મળી છે. આ બધુ થયું માત્ર એક મોબાઈલ નંબરના કારણે.
દુનિયાભરમાં વાઈરલ થઈ રહી છે આ તસવીર, હકીકત જાણીને વિશ્વાસ નહીં કરી શકો
વાત જાણે એમ છે કે બલબીર 10 વર્ષ પહેલા નોકરી અર્થે દુબઈ આવ્યો હતો. થોડા દિવસો પહેલા અમીરાત ઈન્ટીગ્રેટેડ ટેલિકોમ્યુનિકેશન નામની કંપનીએ પોતાના ગ્રાહકોને સેવા બંધ થતા પહેલા 31 જાન્યુઆરી 2019 સુધીમાં મોબાઈલ નંબરના રજિસ્ટ્રેશનને રિન્યુ કરવાનું કહ્યું હતું. આ માટે કંપનીએ એક લકી ડ્રોનું આયોજન કર્યું હતું. બલબીર પણ આ જ કંપનીનું સીમ કાર્ડ વાપરતો હતો. તેણે પણ નંબરના રજિસ્ટ્રેશનને રિન્યુ કરવું પડ્યું.
બલવીરે પણ આ કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું વિચાર્યું. બલવીરે જ્યારે આ કોન્ટેસ્ટમાં ભાગ લીધો ત્યારે તેને જરાય તે વાતનો અંદાજો નહતો કે તે આ કોન્ટેસ્ટનો લકી વિજેતા થઈ શકે છે. પરંતુ ભાગ્યે તેને સાથ આપ્યો અને થોડા દિવસો બાદ તેના નંબર પર કંપનીનો એક મેસેજ આવ્યો. જેને જોઈને બલવીર ખુશીથી ઉછળી પડ્યો. કંપની તરફથી બલવીરને જે મેસેજ અને ફોન કોલ આવ્યો હતો તેમાં તેને જણાવવામાં આવ્યું હતું કે કોન્ટેસ્ટમાં તેને 2 કરોડની કિંમતની McLaren 570S સ્પાઈડર કાર ઈનામમાં લાગી છે.
જુઓ LIVE TV
લકી ડ્રો જીતતા પહેલા બલવીરને તેના પર વિશ્વાસ જ ન થયો. પરંતુ જેવી તેણે હકીકત જાણી કે તેના આનંદનું ઠેકાણું ન રહ્યું. 2 કરોડની કાર જીતવા બદલ બલવીરે કહ્યું કે આ કારને વેચીને તે જે રૂપિયા મળશે તેમાં બિઝનેસ શરૂ કરશે અને અનેક જગ્યાએ રોકાણ કરશે. બલવીરનો આ નિર્ણય યોગ્ય પણ છે, કારણ કે પૈસા કમાવવા તો સરળ છે પરંતુ તેને ટકાવી રાખવા ખુબ મુશ્કેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે