Home> World
Advertisement
Prev
Next

Viral Video: ધોધમાર વરસાદના લીધે દુબઇમાં આવ્યું પૂર, પાણી તરતી જોવા મળી ગાડીઓ

Heavy Rain in UAE: રણના શહેર તરીકે ઓળખાતા દુબઈમાં શુક્રવારે સવારે ભારે પૂર આવ્યું હતું અને વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા.

Viral Video: ધોધમાર વરસાદના લીધે દુબઇમાં આવ્યું પૂર, પાણી તરતી જોવા મળી ગાડીઓ

Dubai weather Latest Updates: સંયુક્ત આરબ અમીરાત, જે તેના સુકા રણ માટે જાણીતું છે, ત્યાં વારંવાર એવો ભારે વરસાદ પડે છે કે તેના કારણે ત્યાં પૂર આવે છે. આવું જ એક દ્રશ્ય આ શુક્રવારે ત્યાં જોવા મળ્યું, જ્યારે દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું. આ વરસાદને કારણે લોકોના વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા અને અહીં-તહીં વહી ગયા હતા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે દુબઈ પોલીસે લોકોને ચેતવણી આપી કે તેઓ પરિસ્થિતિ જોઈને જ પોતાના વાહનો બહાર કાઢે.

fallbacks

Shani Margi 2023: આ 3 રાશિઓ માટે 30 વર્ષની રાહ પૂરી થઈ! રૂપિયા ચુંબકની માફક ખેંચાઇ આવશે
WC Final: IND VS AUS ની જંગ પર આજે દુનિયાની નજર, રોહિત પાસે ઇતિહાસ રચવાનો મોકો

શુક્રવારે સવારે વાતાવરણમાં અચાનક આવ્યો હતો પલટો 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે સવારે સંયુક્ત આરબ અમીરાતના ઘણા ભાગોમાં અચાનક હવામાન બદલાઈ ગયું અને ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થયો. વરસાદ એટલો જોરદાર હતો કે થોડી જ વારમાં ત્યાંના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા અને વાહનો પાણીમાં તરવા લાગ્યા. પૂરના વધતા જોખમને જોતા, દુબઈ પોલીસે લોકોને બીચથી દૂર રહેવા અને ઘરની અંદર રહેવાની ચેતવણી આપી છે.

Lal Kitab: ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર, અન્ન-ધનની કમી દૂર કરશે લાલ કિતાબનો આ ટોટકો
30 દિવસ સુધી આ રાશિવાળાના જીવનમાં મચાવશે તબાહી, સમજી વિચારી લેજો નિર્ણય

પ્લેન સેવાને પણ થઈ હતી અસર 
ભારે વરસાદને કારણે ત્યાં રોડ ટ્રાન્સપોર્ટ અને એરક્રાફ્ટ ઓપરેશનને પણ અસર થઈ હતી. ખરાબ હવામાનને કારણે શુક્રવારે ત્યાં પ્લેન સેવાઓ રોકી દેવામાં આવી હતી અને બસો પણ રસ્તાઓ પર દોડી શકી ન હતી.

Belly Fat: આ કસરત તમારા ટાયર જેવા ભાગને કરી દેશે ટનાટન, પાતળી અને શેપમાં થઇ જશે કમર
પાકિસ્તાનની જેમ ઓસ્ટ્રેલિયા પણ માર ખાશે, અમદાવાદની આ પીચ પર રમાવાની છે ફાઇનલ

નિયમોનું પાલન કરવા અપીલ
પોલીસે કહ્યું કે જો ભારે વરસાદને કારણે કોઈની કારને નુકસાન થાય છે, તો તેણે વીમાનો દાવો મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં જાણ કરવી પડશે. આ માટે ક્ષતિગ્રસ્ત વાહનનો ફોટોગ્રાફ અથવા વિડિયો ટેપ લેવાની રહેશે. લોકોને રસ્તા પર વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરવા અને તેમની ઝડપ ઓછી રાખવાની સલાહ આપવામાં આવી છે. રસ્તાના કિનારેથી સુરક્ષિત અંતર જાળવો. લો-બીમ હેડલાઇટનો ઉપયોગ કરો અને તમારી વિન્ડસ્ક્રીન અને બ્રેક્સને સારી રીતે તપાસો.

દુનિયાની સૌથી અમીર હતી આ મુઘલ સલ્તનતની રાજકુમારી, શાહજહાં કરતા હતા અપાર પ્રેમ
Mysterious village: અનોખું ગામ જ્યાં માત્ર માણસો જ નહીં પ્રાણીઓ પણ અંધ છે, આ છે કારણ

આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે
દુબઈ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે આંશિક વાદળછાયું રહેશે અને ભવિષ્યમાં પણ વરસાદની સંભાવના છે. રોઇટર્સના સમાચાર અનુસાર, શુક્રવારે ભારે વરસાદને કારણે દુબઇ આવતી 13 ફ્લાઇટ્સને પડોશી એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે 6 આઉટગોઇંગ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. દુબઈ એરપોર્ટ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે.

30 દિવસ સુધી આ રાશિવાળાના જીવનમાં મચાવશે તબાહી, સમજી વિચારી લેજો નિર્ણય
ભૂલથી પણ કિન્નરોને આપશો નહી આ 5 વસ્તુ, ઘરમાં દોડીને આવે છે ગરીબી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More