What is Porta Potty Parties In Dubai: દુબઈનું નામ સાંભળતા જ ચમકતી ઇમારતો, ભવ્ય હોટલો અને અમીરોના વૈભવી જીવનની છબી મનમાં આવે છે, પરંતુ તેની ચમક પાછળ એક ડરામણી સત્ય સામે આવ્યું છે, જે તમારા રૂવાટા ઉભા કરી દેશે. ચાલો આખી કહાની જાણીએ અને દુબઈના કાળા સત્યને સમજીએ. ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ હાલના દિવસોમાં દુબઈની પોર્ટા-પોટી પાર્ટીઓની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. જો તેની પીડિતાએ સોશિયલ મીડિયા પર દુનિયાને પોતાનું દુઃખ ન કહ્યું હોત તો આ ચર્ચા ન થઈ હોત. આ પછી તેની ખૂબ ચર્ચા થવા લાગી.
પોર્ટા-પોટી પાર્ટીઓમાં યુવતીઓને ચાબુક મારવામાં આવતા, તે પીડાથી ચીસો પાડી રહી હતી
રેડિટ પર એક યૂઝર, જેનું નામ "નોવ્હેર વુલ્ફ" છે, સ્પેનની કેટલીક યુવતીઓની કહની શેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે પોર્ટા-પોટી પાર્ટીઓમાં છોકરીઓને ચાબુક મારવામાં આવતી હતી. તેઓ રડતી રહી. તેમના પર થૂંકવામાં આવતું, તેમના પર પોટી કરવામાં આવતી. તેમનું ગળું દબાવવામાં આવતું હતું અને સૌથી ખરાબ વાત એ છે કે જ્યારે પણ હું તેના વિશે વિચારું છું, ત્યારે મને ધ્રુજારી આવે છે કે કેવી રીતે એક છોકરીને બાંધી દેવામાં આવી હતી, અને તેના ગુપ્ત ભાગોમાં મશીનગન દાખલ કરવામાં આવી હતી અને તે પીડાથી ચીસો પાડી રહી હતી ત્યારે તેના શરીરના અંગને તોડી નાંખવામાં આવ્યો, જ્યારે તે દર્દથી ચીસો પાડી રહી હતી. વૃદ્ધ આરબ પુરુષોમાંથી એક વ્યક્તિએ તૂટેલા અંગ પર ત્યાં સુધી હાથ પગ માર્યા જ્યાં સુધી તેના હાંડકા તૂટી ગયા. આ ઘૃણાસ્પદ ઘટનાનું સત્ય જણાવતા પહેલા ચાલો વધુ જાણીએ.
શું છે પોટ્સ-પોટી પાર્ટીઓ?
પોટ્સ-પોટી પાર્ટીઓ ખૂબ જ ગુપ્ત રીતે યોજવામાં આવે છે. દુબઈના શ્રીમંત લોકો દ્વારા ગુપ્ત પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. આ લોકો સુંદર છોકરીઓ, જેમ કે મોડેલ, અભિનેત્રીઓ અથવા સોશિયલ મીડિયા ઈન્ફ્લએન્સર્સને મોંઘા ગિફ્ટ્સ, જેમ કે ડિઝાઇનર બેગ, ઘરેણાં અને ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાવા જેવી મોંઘી ભેટો આપીને લલચાવે છે. તેઓ તેમને ઘણા પૈસા આપવાનું પણ વચન આપે છે. પરંતુ બદલામાં તે છોકરીઓ સાથે ખૂબ જ ઘૃણાસ્પદ હરકતો કરવામાં આવે છે. તેમને આ કરવા માટે પણ દબાણ કરવામાં આવે છે, જેમ કે તેમના શરીર પર થૂંકવું, પેશાબ કરવો અને અન્ય ક્રૂર કૃત્યો. આ ઘૃણાસ્પદ કાર્યોને કારણે આ પાર્ટીઓને "પોટ્સ-પોટી" નામ આપવામાં આવ્યું છે.
પોટ્સ-પોટી પાર્ટીઓના પીડિતોની કહાની, જાણો
હવે વાત કરીએ પોટ્સ-પોટ્સ પાર્ટીઓના ભોગ બનનારાઓ વિશે, જેમની કહાની તમારા રૂવાટા ઉભા કરી દેશે. ડેઇલી મિરરના એક અહેવાલ મુજબ, ટિકટોક પર @outplayedbyjade નામના એક પ્રભાવશાળી વ્યક્તિએ પણ પોતાની કહાની જણાવી છે. તેણે કહ્યું કે તે દુબઈના એક જીમમાં એક અજાણ્યા વ્યક્તિને મળી હતી. તે વ્યક્તિએ તેને લગભગ ફૂલો, ચોકલેટ અને 3 લાખ રૂપિયાના ઘરેણાં ભેટમાં આપ્યા હતા. જેડને આ બધું ખૂબ ગમ્યું, પરંતુ તેના ફોલોઅર્સે ચેતવણી આપી હતી કે આ વ્યક્તિ આવી પાર્ટીઓ માટે છોકરીઓને ફસાવવાનો હોઈ શકે છે. પરંતુ મેં તેના પર વિશ્વાસ ન કર્યો. હું ખુશીથી ક્લેફ એન્ડ આર્પેલ્સ સ્ટોર પર ગઈ. જ્યાં મને એક બ્રેસલેટ અને મેચિંગ નેકલેસ ભેટમાં આપવામાં આવ્યો. પરંતુ મને ખબર નહોતી કે શું થવાનું છે. મામલો આનાથી આગળ વધે છે. જ્યારે આ પાર્ટીમાં છોકરીઓનું મોત પણ થવા લાગ્યું. જેની કહાની મોડલ મારિયાની માતાએ લોકોને જણાવી હતી.
યુક્રેની યુવતીની દર્દનાક કહાની
20 વર્ષીય યુક્રેનિયન મોડેલ મારિયા કોવલચુકની કહાની હૃદયદ્રાવક છે. તેણે તેની માતાને કહ્યું હતું કે મોડેલિંગ એજન્ટ હોવાનો દાવો કરતા બે લોકોએ તેણીને રાત રોકાવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ તે થાઇલેન્ડ જતી તેની ફ્લાઇટમાં ક્યારેય પહોંચી શકી નહીં. દસ દિવસ પછી 19 માર્ચે તે દુબઈમાં રસ્તાની બાજુમાં મૃત હાલતમાં મળી આવી. તેનું કરોડરજ્જુ તૂટેલી હતી, હાથ-પગ તૂટેલા હતા અને તેના શરીર પર ભયંકર ઈજાઓ હતી.
મોડેલને બળજબરીથી પાર્ટીમાં લઈ જવામાં આવી
દુબઈ પોલીસનું કહેવું છે કે મારિયા એક બાંધકામ સ્થળે એકલી ગઈ હતી અને ત્યાંથી પડી ગઈ હતી. પરંતુ મારિયાનો પરિવાર અને રશિયન વકીલ કાત્યા ગોર્ડન આ વાત માનતા નથી. તેમનું કહેવું છે કે મારિયાને બળજબરીથી આવી જ એક પાર્ટીમાં લઈ જવામાં આવી હશે, જ્યાં તેની સાથે કંઈક ખૂબ જ ખરાબ થયું હતું.
કાયદાનો ડર અને મૌન
દુબઈમાં કડક કાયદા અને સેન્સરશીપને કારણે પીડિત છોકરીઓનો અવાજ ઘણીવાર દબાવી દેવામાં આવે છે. ડિટેન્ડ ઇન દુબઈના સીઈઓ રાધા સ્ટર્લિંગ કહે છે કે આવી પાર્ટીઓમાં જતી છોકરીઓ ભલે તેમને બળજબરીથી લઈ જવામાં આવે, તેમના પર ખોટા કાર્યો કરવાનો આરોપ લગાવી શકાય છે. તે કહે છે, "દુબઈમાં લગ્ન બહારના સેક્સને કાયદેસર બનાવવામાં આવ્યું છે, પરંતુ આયોજકો આનો ફાયદો ઉઠાવે છે. છોકરીઓ વિચારે છે કે તેઓ સામાન્ય પાર્ટીમાં જઈ રહી છે, પરંતુ ત્યાં તેમને ખતરનાક અને શરમજનક પરિસ્થિતિઓમાં મૂકવામાં આવે છે."
2022 માં ખુલ્યું હતું આ પાર્ટીનું રહસ્ય
2022માં એક ભૂતપૂર્વ ફ્લાઇટ એટેન્ડન્ટ અને ટિકટોકર લેમ્સે આ પાર્ટીઓની અફવાઓની પુષ્ટિ કરી હતી. એક યુઝરે કહ્યું કે ફ્લાઇટ એટેન્ડન્ટ્સને પણ શ્રીમંત લોકો આવા કામ માટે લાલચ આપે છે. એક ટિકટોકરએ જણાવ્યું કે 26 વર્ષની છોકરીને "સુલતાન અલી" નામના વ્યક્તિએ 20 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.
આ પાર્ટીઓમાં આફ્રિકન મૂળની છોકરીઓ ફસાઈ જાય છે...
પીડિતોના લીક થયેલા વીડિયો અને કહાનીઓ દર્શાવે છે કે મોટાભાગે આફ્રિકન મૂળની યુવતીઓ આ પાર્ટીઓમાં ફસાઈ જાય છે. આનાથી વંશીય ભેદભાવ અને શોષણના પ્રશ્નો પણ ઉભા થાય છે. અંતે, દુબઈના ગ્લેમર પાછળ પોટ્સ-પોટી પાર્ટીઓ એક ઘૃણાસ્પદ સત્ય છે. તેઓ સુંદર યુવતીઓને વૈભવી સપના બતાવીને ફસાવે છે, પરંતુ ઘણીવાર આ સ્વપ્ન તેમના માટે નર્ક બની જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે