Home> World
Advertisement
Prev
Next

તબાહી આવશે કે પ્રલય? પૃથ્વીની ફરતે બે ચંદ્ર જોઈ વૈજ્ઞાનિકો પણ ચોંક્યા, કંઈક મોટું થશે

Mini Moon : ચંદ્ર અને સૂર્ય એ પૃથ્વીને મળેલી અદભૂત ભેટ છે, સૂર્ય પોતાની જગ્યા પર ફરે છે, પૃથ્વી તેના ગોળ ગોળ ચક્કર લગાવ છે, અને ચંદ્ર પૃથ્વીની ગોળ ગોળ ચક્કર લગાવે છે, જે તેનો કુદરતી ઉપગ્રહ છે. કોઈ ગ્રહ કોઈ વસ્તુના ફરતે ચક્કર લગાવે તો તે ઉપગ્રહ કહેવાય છે, જલ્દી જ પૃથ્વીને બે ચંદ્ર મળવાના છે 

તબાહી આવશે કે પ્રલય? પૃથ્વીની ફરતે બે ચંદ્ર જોઈ વૈજ્ઞાનિકો પણ ચોંક્યા, કંઈક મોટું થશે

 Earth's Mini Moon : સૌર મંડળમાં અનેક ગ્રહો છે. જેના પોતાના એક કરતા વધુ ચંદ્ર છે. શનિ ગ્રહ પાસે તો પોતાના 146 ચંદ્ર છે. પરંતું પૃથ્વીની પાસે એક જ ચંદ્ર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જલ્દી જ પૃથ્વીને એક અસ્થાયી ચંદ્ર મળવાનો છે, જેને મિની મૂન કહેવાય છે. એટલે કે, પૃથ્વીની પાસે થોડા સમય માટે બે ચંદ્ર હશે. આ એક દુર્લભ ખગોળીય ઘટના હશે. જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની તાકાત બતાવશે. પંરતું આ ચંદ્ર એવો નહિ હોય, જેને આપણે આકાશમાં જોઈ શકીશું. પંરતું તે એક એસ્ટોરોઈડના રૂપમાં બહુ જ નાનો દેખાશે. મિની ચંદ્ર બનાવનારો એસ્ટોરોઈડનું નામ 2024 PT5 હશે. 

fallbacks
  • પૃથ્વીને બે ચંદ્ર મળવાના છે 
  • પરંતું તેને માણસોએ નરી આંખે જોવું મુશ્કેલ છે
  • વૈજ્ઞાનિકોએ કહ્યું કે, બે મહિના માટે જ દેખાશે

આ એસ્ટોરોઈડને 7 ઓગસ્ટ, 2024 ના રોજ શોધવામા આવ્યો હતો. તેનો વ્યાસ લગભગ 10 મીટર છે. 29 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી તેને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પકડી લેશે. આ બે મહિનાના સમયગાળા દરમિયાન એસ્ટોરોઈડ પૃથ્વીની બહાર ચક્કર લગાવશએ. પંરતું તે પૃથ્વીની પરિક્રમા નહિ કરી શકે. 25 નવેમ્બર, 2024 બાદ પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર નીકળી જશે. એકવાર ફરીથી તે સૂર્યની પરિક્રમા કરવા લાગશે. અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીની તરફથી તેને લઈને એક પેપર પ્રકાશિત કરાયું છે. જેમાં શોધકર્તાઓએ તેની માહિતી આપી છે. 

જવું જવુ કરતા ચોમાસા અંગે આવી નવી ખબર, શું આ દિવસે થશે ચોમાસાની વિદાય, પરેશ ગોસ્વામીની આગાહી

પેપરમાં શું સામે આવ્યું
રિસર્ચ પેપરમાં જણાવાયું છે કે, 'પૃથ્વીની નજીકના પદાર્થો ઘોડાના નાળ જેવા માર્ગને અનુસરે છે. તે આપણા ગ્રહની નજીક અને ઓછા સંબંધિત વેગ સાથે પહોંચે છે. આ કારણે મિની-મૂન જેવી ઘટનાઓ બને છે. આ કારણે, એસ્ટરોઇડની ભૂકેન્દ્રીય ઊર્જા કલાકો, દિવસો કે મહિનાઓ સુધી નકારાત્મક બની જાય છે. પરંતુ રાઉન્ડ પૂરો કર્યા વિના તે તેના માર્ગે જાય છે. એસ્ટરોઇડ 2024 PT5 એ પૃથ્વી જેવી ભ્રમણકક્ષા સાથે પૃથ્વીની નજીકની વસ્તુઓનો એક ભાગ છે.
 
શું નરી આંખે જોવા મળશે?
આ એસ્ટરોઇડનો પ્રમાણમાં ઓછો વેગ અને પૃથ્વીની નિકટતા ગુરુત્વાકર્ષણને અસ્થાયી રૂપે તેનો માર્ગ બદલવાની મંજૂરી આપશે. આ એક લઘુ ચંદ્ર બની જશે. પૃથ્વી પર અગાઉ પણ લઘુ ચંદ્રો હતા. 2024PT નરી આંખે અથવા મોટા ભાગના નાના ટેલિસ્કોપથી જોવા માટે ખૂબ ધૂંધળું જોવા મળશે. તેની પ્રકારની તીવ્રતા 22 હશે જે ફક્ત અદ્યતન વેધશાળાઓમાં જ દેખાશે. વૈજ્ઞાનિકો આને પૃથ્વીની નજીકની વસ્તુઓના અભ્યાસ માટે સુવર્ણ તક માની રહ્યા છે.

અંબાલાલ પટેલે શિયાળા માટે જે આગાહી કરી તે ચોંકાવનારી છે, દરિયો એટલો ઠંડો બનશે કે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More