Home> World
Advertisement
Prev
Next

Japan માં ભૂકંપના આંચકા , રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.2, સુનામીનું એલર્ટ જાહેર

જાપાનમાં શનિવારે ફરી ભૂકંપના જોરદાર આંકડા અનુભવાયા છે.  જાપાનના ઉત્તર પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
 

Japan માં ભૂકંપના આંચકા , રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.2, સુનામીનું એલર્ટ જાહેર

ટોક્યોઃ જાપાનમાં શનિવારે ભૂકંપના મોટા આંચકા આવ્યા છે. તેની તીવ્રતા રિક્ટરના સ્કેલ પર 7.2 માપવામાં આવી છે. જાપાનના ઉત્તર પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હાલમાં જ 11 માર્ચે જાપાનમાં આવેલા ભયંકર ભૂકંપ તથા સુનામીનો એક દાયકો પૂરો થયો હતો. 

fallbacks

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ આ જાણકારી આપી છે. લોકલ ટીવી ચેનલ એનએચકે પ્રમામે ભૂકંપ આવ્યાના તત્કાલ બાદ સુનામીના પ્રથમ લહેરો આશરે 1 મીટર સુધી ઉંચી ઉઠી અને કિનારા સાથે ટકરાય હતી. 

એએફપી પ્રમાણે ભૂકંપ લોકલ સમય અનુસાર સાંજે 6 કલાક 9 મિનિટ પર આવ્યો હતો. ભૂકંપ મિયાગી ક્ષેત્રમાં આશરે 60 કિલોમીટરના ઉંડાણમાં આવ્યો હતો. ભૂકંપ બાદ ન્યૂક્લિયર પ્લાન્સનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય લોકલ રેલવેએ ટ્રેન સેવાને રોકી દીધી છે, જેમાં શિંકાનસેન બુલેટ ટ્રેન સેવા પણ સામેલ છે. 

મહત્વનું છે કે જાપાન વિશ્વના તે વિશ્વારમાંથી એક છે જ્યાં ભૂકંપના ઝટકા આવતા રહે છે. હકીકતમાં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટ્સની સીમા બનારનાર રિંગ ઓફ ફાયર પર સ્થિત આ દેશ ભૂકંપ માટે ખુબ સંવેદનશીલ ક્ષેત્ર માનવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More