Home> World
Advertisement
Prev
Next

Earthquake: ભૂકંપથી તુર્કી-સીરિયામાં ભારે તબાહી, મૃત્યુઆંક 195 થયો

તુર્કીમાં ભૂકંપના તેજ આંચકા મહેસૂસ થયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 માપવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભૂકંપનું કેન્દ્ર તુર્કીના નુર્દગીથી 23 કિમી પૂર્વમાં હતું. સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. 

Earthquake: ભૂકંપથી તુર્કી-સીરિયામાં ભારે તબાહી, મૃત્યુઆંક 195 થયો

Earthquake in Turkiye: તુર્કીમાં ભૂકંપના તેજ આંચકા મહેસૂસ થયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 માપવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભૂકંપનું કેન્દ્ર તુર્કીના નુર્દગીથી 23 કિમી પૂર્વમાં હતું. સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. આ વિનાશકારી ભૂકંપથી તુર્કી અને સીરિયામાં ભારે તબાહી મચી છે. મૃત્યુઆંક 195 પર પહોંચી ગયો છે. તુર્કીમાં સાઉદી અરબ દૂતાવાસ તરફથી જણાવવામાં આવ્યું છે કે તેમના સાત નાગરિકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 150 ઈમારતો તૂટી ગઈ છે. ભારે જાનમાલનું નુકસાન થયું છે. ભૂકંપના આંચકા તુર્કી અને સીરિયા ઉપરાંત ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, સાઈપ્રસ, બેલનન, ઈરાકમાં પણ મહેસૂસ થયા છે.

fallbacks

ભૂકંપનું કેન્દ્ર તુર્કી કાઝિયાટેપમાં હતું. જે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર છે. આવામાં સીરિયાના અનેક શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. એવું કહેવાઈ રહ્યું છે કે બોર્ડરની બંને બાજુ ભારે તબાહી થઈ છે. તુર્કીના સ્થાનિક સમય મુજબ સવારે 4.17 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો. કેન્દ્ર બિન્દુ જમીનથી 17.9 કિલોમીટર અંદ હતું. 

સોશિયલ મીડિયા પર આ ઘટનાના અનેક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તબાહીનો મંજર હોવા મળી રહ્યો છે. મોટી મોટી ઈમારતો જમીન દોસ્ત  થતી જોવા મળી રહી છે. તુર્કીમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અનેક એજન્સીઓ બચાવકાર્યમાં લાગી છે. અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે.

કેમ આવે છે ભૂકંપ?

ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે. 

રિક્ટર સ્કેલ        આંચકાની અસર
0 થી 1.9          ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે. 
2 થી 2.9          હળવા કંપન
3 થી 3.9          કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9           બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે. 
5 થી 5.9          ફર્નીચર હલે છે. 
6થી 6.9           ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે. 
7થી 7.9           ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9          ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે. 
9 કે તેથી વધુ    સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More