Pakistan Earthqauke: પાકિસ્તાન અને ફિલીપાઇન્સમાં આજે (શુક્રવારે) ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 માપવામાં આવી હતી. જ્યારે ફિલીપાઇન્સમાં બોબોન નાનમા ક્ષેત્રથી 77 કિલોમીટર દૂર પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ શુક્રવારે લગભગ વાર વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 5.3 રિક્ટર સ્કેલ માપવામાં આવી છે. પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોના ઘરમાં રાખેલો સામાન વેર વિખેર થઇ ગયો હતો અને હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારબાદ લોકો જીવ બચાવવા માટે પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
તમને જણાવી દઇએ કે પાકિસ્તાનમાં ભૂકંપ આજે સવારે લગભગ 6:18 મિનિટે આવ્યો હતો. તેની અસર પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન અને ઇરાનમાં પણ જોવા મળી હતી. અહીં પણ આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર 28.4517 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને 64.3204 ડિગ્રી પૂર્વી દેશાંતર પર 10.0 કિમીની ઉડાઇ જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ડરેલા છે. જોકે વહિવટીતંત્રએ લોકોને અપીલ કરી છે કે શાંતિ જાળવી રાખે અને ધૈર્યથી કામ લે.
ફિલીપાઇન્સમાં બોબોન નાનમા ક્ષેત્રથી 77 કિલોમીટર દૂર પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ શુક્રવારે લગભગ વાર વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 5.3 રિક્ટર સ્કેલ માપવામાં આવી છે. અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણએ તેની જાણકારી આપી છે. ભૂકંપનું કેન્દ્ર 28.4517 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને 64.3204 ડિગ્રી પૂર્વી દેશાંતર પર 68.27 કિમી ઉંડાઇ માપવામાં આવી હતી.
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ વધુ ટકરાય છે, તે ઝોન ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર ટકરાતા પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે વધુ દબાણ બને છે તો પ્લેટ્સ તૂટવા લાગે છે અને નીચેની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. પછી આ ડિસ્ટબન્સ બાદ ભૂકંપ આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે