Home> World
Advertisement
Prev
Next

Weird Addiction: કાર સાથે સેક્સ? પતિની રાખ ખાય છે આ યુવતી...આ વિચિત્ર લતો વિશે જાણીને માથું ભમી જશે

એડિક્શન એટલે કે માણસને કોઈ લત કે વળગણ. ક્યારેક તો આ લત એટલે બધી વિચિત્ર હોય છે કે તેમને ખબર જ નથી પડતી કે તેઓ મનોવિજ્ઞાનિક બીમારીનો ભોગ બન્યા છે.

Weird Addiction: કાર સાથે સેક્સ? પતિની રાખ ખાય છે આ યુવતી...આ વિચિત્ર લતો વિશે જાણીને માથું ભમી જશે

 

fallbacks

Weird Addiction: એડિક્શન એટલે કે માણસને કોઈ લત કે વળગણ. ક્યારેક તો આ લત એટલે બધી વિચિત્ર હોય છે કે તેમને ખબર જ નથી પડતી કે તેઓ મનોવિજ્ઞાનિક બીમારીનો ભોગ બન્યા છે. કોઈ વિક્સ વેપોરબ સૂંધ્યા કરે છે તો કોઈ બ્રેડમાં આયોડેક્સ લગાડીને ખાય છે. એવી અનેક લત છે જેના વિશે જાણીને તમને માન્યમાં નહીં આવે કે દુનિયામાં આવું પણ થાય છે. જાણો એવા કેટલાક વિચિત્ર એડિક્શન વિશે. 

ટોઈલેટ પેપર ખાવાનું એડિક્શન
ગર્ભાવસ્થામાં મહિલાઓને અથાણું ખાવાનું મન થતું હોય છે. પરંતુ બ્રિટનની જેડ સિલ્વેસ્ટરને ખુબ જ અજીબ લત લાગી હતી. તે અનેક બાળકોની માતા છે અને ગર્ભાવસ્થા દરમિયાન ટોઈલેટ પેપર સૂંઘતી હતી અને ખાતી હતી. જેડ ગર્ભાવસ્થા દરમિયાન એક આખા દિવસમાં એક રોલ ટોઈલેટ પેપર ખાઈ જતી હતી. ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ તેને બાળપણથી જ આવું કરવાની આદત પડી હતી. 

તકિયાનું એડિક્શન
દુનિયામાં કેટલાક લોકોને તકિયાનું એડિક્શન હોય છે. દક્ષિણ આફ્રિકાની ટેમરાના પણ કઈક એવા જ હાલ છે. તે ઘરે હોય કે બહાર કઈ પણ કરતી વખતે..અરે શોપિંગ કરે ત્યારે પણ તે પોતાનો તકિયો સાથે રાખે છે. તેનું કહેવું છે કે તેના બોન્ડિંગ અંગે દરેક જણ ન સમજી શકે. 

દીવાલ ખાતી મહિલા
દીવાલોના ચણતરમાં ઉપયોગ થનારા ચૂનાની પોપડીઓ ઉખાડીને ખાવી કે બાળકોનું માટી ખાવું આપણા દેશમાં જોવા મળતું હોય છે. પરંતુ જો કોઈ ઈંટ ખાવાનું શોખીન હોય તો અને તે પણ પોતાના ઘરની દીવાલો પર જ કાણા કરી નાખે..આ વિચારવું પણ અજીબ લાગે છે પરંતુ તે સાચુ છે. પેટ્રિક બેન્જામિનને અસલ જિંદગીમાં તેનો સ્વાદ એટલો પસંદ છે કે તે 18 વર્ષની ઉંમરથી જ આવું કરવા લાગી હતી. 

fallbacks
(તસવીર સાભાર- TLC)

પતિની રાખ ખાય છે
બ્રિટનમાં રહેતી મહિલા કેસીના પતિનું મોત 2011માં થયું હતું અને ત્યારથી તે પતિના મોતનું દુખ ભૂલાવી શકી નથી. તેણે એક વાસણમાં પતિની રાખને સંભાળી રાખી છે અને તેને આ રાખ ખાવાનું એડિક્શન છે. તે પોતાની આંગળી વાસણમાં નાખે છે અને તેના પર થોડી રાખ લાગે ત્યારે તે આંગળી ચાટી જાય છે

fallbacks
(તસવીર- TLC) 

કાર સાથે સેક્સ!
એક માણસ જે કાર સાથે સેક્સ્યુઅલ રિલેશનશીપમાં છે અને તેનામાં જ પોતાના પાર્ટનરને શોધે છે. યુરોપ અને અમેરિકામાં આવા અનેક કેસ સામે આવેલા છે. અહીં વાત એવા લોકોની કે જે Mechanophilia ના દર્દી છે. આ બીમારીના દર્દી મશીનોથી ખાસ કરીને આકર્ષિત થાય છે અને તેમની સાથે સેક્સ્યુઅલ રિલેશનશીપ પણ રાખે છે. ધ સનમાં પ્રકાશિત રિપોર્ટમાં જે તસવીર જોવા મળી રહી છે તે વ્યક્તિનું નામ Darius Monty છે જે બ્રિટનનો રહીશ છે  અને લાંબા સમય સુધી આ બીમારીથી પીડિત છે. આ જ રીતે કેટલાક લોકો રમકડાંથી પણ એટલો પ્રેમ કરવા લાગે છે કે તેની સાથે પણ સેક્સ કરે છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More