Home> World
Advertisement
Prev
Next

ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને એર એમ્બ્યુલન્સથી ભારત પાછો લાવવાની તૈયારી

પંજાબ નેશનલ બેંક (PNB) ફ્રોડ કેસ મામલે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ભારત પાછો લાવવા માટે ઈડીએ એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની રજુઆત કરી છે.

ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને એર એમ્બ્યુલન્સથી ભારત પાછો લાવવાની તૈયારી

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક (PNB) ફ્રોડ કેસ મામલે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ભારત પાછો લાવવા માટે ઈડીએ એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની રજુઆત કરી છે. ઈડીએ ચોક્સીની સ્વાસ્થ્ય કારણસર એન્ટીગુઆમાં પૂછપરછ કરવાની અરજીને શનિવારે ફગાવી દીધી હતી. ઈડીએ  કહ્યું કે એજન્સી તેની ભારત વાપસી માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી શકે છે. ચોક્સી પીએનબી કૌભાંડ મામલે આરોપી છે અને હાલ તે કેરેબિયન ટાપુ દેશ એન્ટીગુઆમાં શરણ લઈ બેઠેલો છે. એજન્સી આ મામલે તેની પૂછપરછ કરશે. 

fallbacks

બજેટ સત્ર અગાઉ PM મોદીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક, આ મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા

ચોકસીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે તેના સ્વાસ્થ્ય કારણોને જોતા જો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેની એન્ટીગુઆમાં જ પૂછપરછ કરવામાં આવે તો તે તેમાં સામેલ થવા માંગે છે. પરંતુ ઈડીએ તેની અરજી ફગાવતા કહ્યું કે તેણે જવાબ આપવા માટે ભારત પાછા ફરવું પડશે. 

ઈડીએ બોમ્બે હાઈકોર્ટમાં તેની અરજીના જવાબમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું કે માનવતાના દ્રષ્ટિકોણને અપનાવીને ઈડી અરજીકર્તા(ચોક્સી)ને યોગ્ય ચિકિત્સા દેખભાળ હેઠળ એન્ટીગુઆથી ભારત લાવવા માટે એર એમ્બ્યુલન્સની સાથે ચિકિત્સા વિશેષજ્ઞની એક ટીમ પ્રદાન કરવા માટે તૈયાર છે. ચોક્સીએ કહ્યું કે તેણે વિદેશમાં સારવાર કરાવવાના હેતુથી ભારત છોડ્યું છે, કોઈ મામલામાં અભિયોગથી બચવા માટે નહીં. 

જુઓ LIVE TV

જેના જવાબમાં ઈડીએ કહ્યું કે ભારતમાં સારી ચિકિત્સા સુવિધાઓ ઉપલબ્ધ છે. જો ચોક્સી ભારત પાછો ફરશે તો તેને આ સુવિધાઓ પ્રદાન કરાશે. ઈડીએ કહ્યું કે ભલે કોઈ આરોપી કેમ ન હોય, એજન્સીનો હેતુ ક્યારેય કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે રમત કરવાનો હોતો નથી. પીએનબીને 14000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો મામલે ગત વર્ષ જાન્યુઆરીમાં બહાર આવ્યાં બાદ ચોક્સી દેશ છોડીને ભાગી ગયો હતો. આ મામલે  હીરા વેપારી નીરવ મોદી અને ચોક્સી પોતે આરોપી છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More