Home> World
Advertisement
Prev
Next

બધો ધંધો છે બાબુ ભૈયા, એલન મસ્કે Twitter પર કૂતરો એમ જ નથી મૂક્યો, મજાક-મજાકમાં અબજોની કરી કમાણી!

Elon Musk Doge: એલોન મસ્કે ટ્વિટરની ઓળખ બદલી નાખી છે. પહેલા બ્ટૂ ટિકમાં ફેરફાર અને હવે તેણે ટ્વિટરના લોકો એટલે કે ચકલીને ઉડાવી દીધી છે. મસ્કે ટ્વિટરની ચકલીની જગ્યાએ ડોગની તસવાર લગાવી દીધી છે. પરંતુ સવાલ થાય છે કે મસ્કે આ નિર્ણય કેમ લીધો. જાણો તેનું કારણ 

બધો ધંધો છે બાબુ ભૈયા, એલન મસ્કે Twitter પર  કૂતરો એમ જ નથી મૂક્યો, મજાક-મજાકમાં અબજોની કરી કમાણી!

ન્યૂયોર્કઃ ટેસ્લા, સ્પેસએક્સ અને Twitterના માલિક એલોન મસ્કના નિર્ણયો વિશ્વને આશ્ચર્યચકિત કરી દે છે. પરંતુ શું વિશ્વનો આ બીજો સૌથી ધનિક વ્યક્તિ ખરેખર હેતુપૂર્વક બાલિશ વર્તન કરે છે? કદાચ ના. મસ્ક એક બિઝનેસમેન છે અને કોઈ પણ બિઝનેસમેન તેના જેવા ઉન્મત્ત નિર્ણયો લેતા નથી. મસ્કે સોમવારે રાત્રે બધાને ચોંકાવી દીધા હતા. તેણે twitterના લોગોમાં બ્લુ બર્ડની જગ્યાએ અચાનક એક કૂતરો મૂક્યો. વેબ પર twitterનો લોગો કૂતરામાં બદલાઈ ગયો છે. twitter પર લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. એલન મસ્કના આ નિર્ણયને બાલિશ ગણાવી રહ્યો છે અને મિમ્સ બનાવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે મસ્કએ લોગો બદલીને ઘણા પૈસા છાપ્યા છે.

fallbacks

Dogecoin 1 દિવસમાં 27% ઉછળ્યો
મસ્કે twitter લોગોમાં જે કૂતરાનો ફોટો મૂક્યો છે તે લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી ડોજકોઈનનું (Dogecoin) પ્રતીક છે. સોમવારે twitter નો લોગો બદલાતાની સાથે જ આ ક્રિપ્ટોકરન્સીમાં જોરદાર તેજી જોવા મળી હતી. ત્યારથી, Dogecoinની કિંમતમાં 27 ટકાનો વધારો થયો છે. Dogecoin $0.1026 ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો. ડોજ એ માર્કેટ કેપ દ્વારા ટોચનો મેમ સિક્કો છે. છેલ્લા 24 કલાકમાં Dogecoinના ટ્રેડિંગ વોલ્યુમમાં 544 ટકાનો વધારો થયો છે. લોકો Dogecoinમાં વેપાર કરી રહ્યા છે. Dogecoinનું માર્કેટ કેપ 25.93 ટકા વધીને $13.69 બિલિયન થયું છે. કંપનીએ માર્કેટ કેપના સંદર્ભમાં પોલીગોન (MATIC) ને પાછળ છોડી દીધું છે. જો આ ગતિ ચાલુ રહેશે, તો તે ટૂંક સમયમાં કાર્ડાનો (ADA)ને પાછળ છોડી શકે છે.

આ પણ વાંચોઃ US Economy: ડિફોલ્ટરની નજીક અમેરિકા! આખી દુનિયા હલી જશે, લાખો નોકરીઓ પર ખતરો

ક્રિપ્ટોકરન્સીની મજાક ઉડાવવા માટે કરાયો હતો લોન્ચ
વર્ષ 2013માં બિટકોઈન જેવી અન્ય ક્રિપ્ટોકરન્સીની મજાક ઉડાવવા માટે Dogecoin ક્રિપ્ટો લાવવામાં આવ્યો હતો. તેના લોગો પર શિબા ઈનુ (Shiba Inu) જાતિના કૂતરાનો ફોટો મૂકવામાં આવ્યો હતો. આ એક સુંદર નાના શિયાળ જેવો ચહેરો ધરાવતો જાપાનની શિબા ઇનુ જાતિનો શિકારી કૂતરો છે.

ઈલોન મસ્કનો આ કૂતરા સાથે જૂનો સંબંધ છે
ઈલોન મસ્કનો આ મેમ કોઈન Dogecoin સાથે જૂનો સંબંધ છે. ઈલોન મસ્કે પોતાની Tweet અને અન્ય માધ્યમો દ્વારા Dogecoinની કિંમતમાં અનેક વખત વધારો કર્યો છે. એક મહિના પહેલા, મસ્કે તેના પાલતુ કૂતરાનો ફોટો પોસ્ટ કર્યો હતો. તેનું નામ ફ્લોકી છે. તેણે લખ્યું કે આ Twitterના નવા સીઈઓ છે. તેમના આ Tweet બાદ Dogecoinની કિંમતમાં ઘણો ઉછાળો આવ્યો હતો. અહીંની ખાસ વાત એ છે કે ફ્લોકી પણ શિબા ઈનુ જાતિનો કૂતરો છે. સમગ્ર 2021 દરમિયાન, મસ્કે 'Dogecoin ઈઝ ધ ક્રિપ્ટો ઓફ પીપલ' જેવા સૂત્રો સાથે આ ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કર્યો. સિનટેલેગ્રાફ અનુસાર, તેcણે પોતાને ડોજફાધર તરીકે પણ ઓળખાવ્યો હતો.

આ પણ વાંચોઃ આ જવાનનો Video જોઈ ચોંકી જશો, બંદૂક અને ગોળી અંગે તમારી બધી માન્યતા તૂટી જશે

શા માટે મસ્ક કૂતરાને પ્રોત્સાહન આપે છે?
હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે મસ્ક Dogecoinને આટલો બધો પ્રચાર કેમ કરી રહ્યો છે. ખરેખર, એલોન મસ્કે Dogecoinમાં નાણાંનું રોકાણ કર્યું છે. વર્ષ 2021 ની શરૂઆતમાં, મસ્કએ કહ્યું હતું કે તેમણે Dogecoinમાં રોકાણ કર્યું છે. ગયા વર્ષે 'બી વર્ડ' કોન્ફરન્સમાં મસ્કે જણાવ્યું હતું કે તેની પાસે ત્રણ અલગ-અલગ ક્રિપ્ટોકરન્સી છે. આ બિટકોઈન, ઈથેરિયમ અને ડોજકોઈન છે. તેમણે કહ્યું હતું કે તેમની પાસે આ લાંબા ગાળાના રોકાણ છે.

કેસ પણ ચાલે છે
Dogecoinની કિંમતમાં વધારો કરવા બદલ ઈલોન મસ્ક સામે પણ કેસ ચાલી રહ્યો છે. આ $258 બિલિયન કાનૂની કેસ છે. આના પર મસ્કના વકીલોનું કહેવું છે કે મસ્ક આ બધું માત્ર કાલ્પનિક સ્વરૂપમાં કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More