Home> World
Advertisement
Prev
Next

Twitter Blue Tick માટે ચાર્જ કરવાના મુદ્દે રોદણાં રડતા લોકોને એલન મસ્કે આ રીતે આપ્યો જવાબ

Elon Musk: જ્યારથી એલન મસ્કે ટ્વિટર પર બ્લૂ ટીક માટે કિંમત 8 ડોલર એટલે કે 660 રૂપિયા રાખી છે ત્યારથી લોકો કંપનીના માલિકના આ નિર્ણયથી ખુશ નથી. યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ટ્વિટર) પર પોતાની પ્રતિક્રિયા રજૂ કરી રહ્યા છે. જેમાં ઘણા યૂઝર્સ  આ કિંમતને ખોટી કે મોંઘી ગણાવી રહ્યા છે. પરંતુ આલોચના કરનારા તમામ લોકોને એલન મસ્કે એક મજેદાર અંદાઝમાં જવાબ આપ્યો છે.

Twitter Blue Tick માટે ચાર્જ કરવાના મુદ્દે રોદણાં રડતા લોકોને એલન મસ્કે આ રીતે આપ્યો જવાબ

Elon Musk: જ્યારથી એલન મસ્કે ટ્વિટર પર બ્લૂ ટીક માટે કિંમત 8 ડોલર એટલે કે 660 રૂપિયા રાખી છે ત્યારથી લોકો કંપનીના માલિકના આ નિર્ણયથી ખુશ નથી. યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ટ્વિટર) પર પોતાની પ્રતિક્રિયા રજૂ કરી રહ્યા છે. જેમાં ઘણા યૂઝર્સ  આ કિંમતને ખોટી કે મોંઘી ગણાવી રહ્યા છે. પરંતુ આલોચના કરનારા તમામ લોકોને એલન મસ્કે એક મજેદાર અંદાઝમાં જવાબ આપ્યો છે. એક મીમ દ્વારા મસ્કે જડબાતોડ જવાબ આપ્યો છે. 

fallbacks

એલન મસ્કે શેર કર્યું મીમ
ટ્વિટર પર પોતાની એક પોસ્ટથી તરખાટ મચાવનારા મસ્કે એકવાર ફરીથી લોકોને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. શેર કરાયેલી પોસ્ટ કે મીમમાં મસ્કે ટ્વિટર બ્લૂ ટીકની સરખામણી સ્ટારબક્સ સાથે કરી છે. જેમાં મસ્કે ટ્વિટર બ્લૂ ટીકની કિંમત 8 ડોલર અને સ્ટારબક્સની એક કોફીની કિંમત 8 ડોલર દેખાડતા બંનેને સમાન સ્તર પર ગણાવ્યા છે. મીમ દ્વારા મસ્કે એ જણાવવાની કોશિશ કરી છે કે કેવી રીતે જ્યારે તમે એક મોંઘી કોફી પીઓ છો તો ફક્ત 30 મિનિટ સુધી તમે તેનો આનંદ માણી શકો છો પરંતુ તે  ભાવમાં તમને ટ્વિટર બ્લૂ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે તે પણ 30 દિવસ માટે જેમાં તમે અનેક નવા પ્રકારના ફીચર્સનો આનંદ લઈ શકશો જે યૂઝર્સને મોંઘુ લાગી રહ્યું છે. 

1.1 મિલિયનથી વધુ લાઈક્સ
દસ કલાકની અંદર જ આ પોસ્ટને 1.1 મિલિયન લાઈક્સ, 158K રિટ્વીટ અને 52K કમેન્ટ મળી ચૂક્યા છે. લોકો મીમ પર અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં વધુ મોટા ભાગના લોકો આ સરખામણી ખોટી ગણાવી રહ્યા છે. એક યૂઝરે ટ્વિટર બ્લૂ ટીકની સરખામણી ચા સાથે કરી જ્યારે બીજા યૂઝરેસ જવાબ આપતા $44B ટ્વિટર ડીલ પર લખ્યું મસ્કે $6B માં દુનિયામાંથી ભૂખમરો મટાડવાની જગ્યાએ  $44B માં ટ્વિટરને ખરીદવાનો નિર્ણય કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More