દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કનું માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ દુનિયાભરમાં ફરીથી ડાઉન થઈ ગયું. સોમવારે તે ત્રીજીવાર ઠપ્પ થયું. જેના કારણે યૂઝર્સને લોગઈન કરવામાં મુશ્કેલી આવી રહી છે. ડાઉન ડિટેક્ટર વેબસાઈટ પર અનેક યૂઝર્સે ફરિયાદ નોંધાવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ મસ્કે દાવો કર્યો છે કે એક્સ પર સાઈબર એટેક યુક્રેન ક્ષેત્રથી શરૂ થયો. જેના કારણે સેવાઓ ખોરવાઈ અને સાઈબર હુમલાના જોખમો વિશે ચિંતાઓ પેદા થઈ. ફોક્સ ન્યૂઝ પર લેરી કુડલો સાથે વાતચીત દરમિયાન મસ્કે કહ્યું કે અમને બરાબર ખબર નથી કે શું થયું, પરંતુ યુક્રેન ક્ષેત્રથી ઉત્પન્ન આઈપી એડ્રસ સાથે એક્સ સિસ્ટમને નીચે લાવવા માટે એક મોટો સાઈબર હુમલો થયો.
ડાઉન ડિટેક્ટર વેબસાઈટ મુજબ પહેલીવાર સમસ્યા સાંજે 3.30 વાગે આવી. ત્યારબાદ સાંજે 7 વાગે પણ અનેક લોકોને લોગઈન કરવામાં સમસ્યા આવી. ત્રીજીવાર સાંજે 8.44 વાગે ફરીથી એક્સ ડાઉન થયું. અલગ અલગ સ્થળો પર લોકો એપ અને સાઈટ પર મુશ્કેલીનો સામનો કરવા લાગ્યા. દુનિયાભરના મોટાભાગના દેશોમાં એક્સ અંગે યૂઝર્સે ફરિયાદ કરી.
યુનાઈટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ભારત સહિત અને દેશોએ તેની ફરિયાદ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી. વૈશ્વિક સ્તરે પણ 40,000થી વધુ યૂઝર્સે સેવા ખોરવાઈ જવાની ફરિયાદો નોંધાવી છે. ડાઉન ડિટેક્ટર વેબસાઈટ રિપોર્ટ કરે છે કે 56 ટકા યૂઝ્સ એપમાં જ સમસ્યા ભોગવી રહ્યા છે જ્યારે 33 ટકા યૂઝર્સ વેબસાઈટ પર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અન્ય 11 ટકાએ સર્વર કનેક્શનોમાં સમસ્યાની સૂચના આપી છે.
શરૂઆતમાં એક્સે આ મુદ્દાને સ્વીકાર્યો નહીં. યૂઝર્સ સતત સમસ્યાઓ રિપોર્ટ કરતા રહ્યા. આ સમસ્યાએ યૂઝર્સને ખુબ નિરાશ કર્યા. તેમનું કહેવું છે કે કંપની તરફથી જવાબદારીની કમી છે.
એલન મસ્કે એક્સના ડાઉન પર પ્રતિક્રિયા આપતા એક્સ પર પોસ્ટ શેર કરી છે. મસ્કે લખ્યુ કે અમારા વિરુદ્ધ ખુબ મોટો સાઈબર હુમલો થયો હતો. (હજુ પણ થઈ રહ્યા છે). અમારા પર અનેક સંસાધનોની સાથે સાઈબર એટેક કરાયો હતો. આ હુમલામાં કોઈ મોટો સમૂહ કે દેશ સામેલ છે.
2022માં ખરીદીને મસ્કે કર્યું રિબ્રાન્ડિંગ
એલન મસ્કે 2022માં ટ્વિટર ખરીદ્યું હતું ત્યારબાદ તેમણે તેનું નામ બદલીને 'X' રાખી દીધુ. આ રિબ્રાન્ડિંગના કારણે 'ટ્વિટ્સ'ને 'પોસ્ટ્સ' અને રિટ્વિટ્સને 'રિપોસ્ટ્સ' પણ ગણાવવા લાગ્યું. મસ્કે ટ્વિટરના આઈકોનિક વાદળી પક્ષીનો લોગો હટાવીને કાળા બેકગ્રાઉન્ડ પર સફેદ એક્સ (X) નો નવો લોગો પણ રજૂ કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે