Home> World
Advertisement
Prev
Next

નૈરોબી જઈ રહેલું ઈથોપિયન એરલાઈન્સનું વિમાન ક્રેશ, 149થી વધુ મુસાફરો હતાં સવાર

ઈથોપિયન એરલાઈન્સનું એક વિમાન ઉડાણ ભર્યાના થોડા સમય બાદ ગૂમ થઈ ગયું અને હવે ક્રેશ થયું હોવાના અહેવાલો આવી રહ્યાં છે. આ ફ્લાઈટમાં 149 મુસાફરો અને સાથે 8 ક્રુ મેમ્બર્સ હતાં ન્યૂઝ એજન્સી એએફપીનું કહેવું છે કે આ દુર્ઘટનામાં અનેક મુસાફરો માર્યા ગયા હોવાની આશંકા છે. આ ફ્લાઈટ અદિસથી નૈરોબી જવા માટે રવાના થઈ હતી. 

નૈરોબી જઈ રહેલું ઈથોપિયન એરલાઈન્સનું વિમાન ક્રેશ, 149થી વધુ મુસાફરો હતાં સવાર

નૈરોબી: ઈથોપિયન એરલાઈન્સનું એક વિમાન ઉડાણ ભર્યાના થોડા સમય બાદ ગૂમ થઈ ગયું અને હવે ક્રેશ થયું હોવાના અહેવાલો આવી રહ્યાં છે. આ ફ્લાઈટમાં 149 મુસાફરો અને સાથે 8 ક્રુ મેમ્બર્સ હતાં ન્યૂઝ એજન્સી એએફપીનું કહેવું છે કે આ દુર્ઘટનામાં અનેક મુસાફરો માર્યા ગયા હોવાની આશંકા છે. આ ફ્લાઈટ અદિસથી નૈરોબી જવા માટે રવાના થઈ હતી. 

fallbacks

ઈથોપિયાના વડાપ્રધાને આ અકસ્માતની પુષ્ટિ કરી છે. ઈથોપિયન એરલાઈન્સના આ વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 8.38 કલાકે અદિસ અબાબાથી ઉડાણ ભરી હતી અને સવારે લગભગ 8.44 કલાકે તેનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. રાહત અને બચાવ અભિયાન હાલ ચાલુ છે. 

ફ્લાઈટ ઈટી 302નો રાજધાની અદિસથી લગભગ 60 કિમી દૂર બિશોફ્ટુ શહીમાં આ અકસ્માત થયો છે. એરલાઈને જણાવ્યું કે જે પ્લેન અકસ્માતગ્રસ્ત થયું છે તે બોઈંગ 737-800 મેક્સ હતું. ઈથોપિયાના પીએમએ ટ્વિટર પર આ દુર્ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે. 

વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More