Home> World
Advertisement
Prev
Next

ગજબ કહેવાય...ચાર્જિંગ વગર 1099 km ની મુસાફરી કરી નાખી, આ ઈલેક્ટ્રિક ટ્રકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

દેશના ઓટો સેક્ટરમાં ઈલેક્ટ્રિક વાહનોનો દબદબો ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં અનેક ઈલેક્ટ્રિક વાહનોને લોન્ચ કરવામાં આવ્યા. જેમાં ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર પણ સામેલ હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં ઝડપથી વધારો થશે. પેટ્રોલ ડીઝલથી છૂટકારો  અપાવવા માટે મોટાભાગની કંપનીઓ પણ હવે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક વાહનો બનાવવા તરફ વળી રહી છે. 

ગજબ કહેવાય...ચાર્જિંગ વગર 1099 km ની મુસાફરી કરી નાખી, આ ઈલેક્ટ્રિક ટ્રકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

World Record Set By an Electric Truck : દેશના ઓટો સેક્ટરમાં ઈલેક્ટ્રિક વાહનોનો દબદબો ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં અનેક ઈલેક્ટ્રિક વાહનોને લોન્ચ કરવામાં આવ્યા. જેમાં ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર પણ સામેલ હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં ઝડપથી વધારો થશે. પેટ્રોલ ડીઝલથી છૂટકારો  અપાવવા માટે મોટાભાગની કંપનીઓ પણ હવે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક વાહનો બનાવવા તરફ વળી રહી છે. 

fallbacks

ઈલેક્ટ્રિક વાહનો ચલાવવામાં સૌથી સારા ગણવામાં આવી રહ્યા છે કારણ કે તેના ઉપયોગથી પ્રદૂષણ થતું નથી અને વાતાવરણ ચોખ્ખુ રહે છે. ઓટો કંપનીઓ આવનારા સમયને જોતા હવે નવી ઢબે ચીજોને જોવાનું શરૂ કરી રહી છે. આ બધા વચ્ચે એક ઈલેક્ટ્રિક ટ્રક હાલ ખુબ ચર્ચાનું કારણ બન્યો છે. વાત જાણે એમ છે કે આ ટ્રકે એકવાર ફૂલ ચાર્જ થયા બાદ 1099 કિલોમીટરનું અંતર કાપ્યું અને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. 

23 કલાકમાં કાપ્યું અંતર
જર્મનીની એક ડિલિવરી કંપની 'DPD' ના આ ઈલેક્ટ્રિક ટ્રક ફ્યૂચુરિકમ (Futuricum) ના નામે આ વર્લ્ડ  રેકોર્ડ નોંધાયો છે. બે ડ્રાઈવર્સની મદદથી આ ટ્રકે આટલું લાંબુ અંતર કાપવામાં સફળતા મેળવી. આ અંતર કાપવામાં ટ્રકને 23 કલાકનો સમય લાગ્યો. બંને ડ્રાઈવરે વારાફરતી આ ટ્રકને ચલાવવાનું કામ કર્યું. આ દરમિયાન સરેરાશ ઝડપ 50કિમી પ્રતિ કલાક (31 માઈલ પ્રતિ કલાક) રહી. સોશિયલ મીડિયા પર આ ટ્રકને લઈને અલગ અલગ વાતો થઈ રહી છે. 

લોકોને ગમી રહી છે ટ્રકની ખાસિયત
આ ટ્રક સંપૂર્ણ રીતે અનલોડેડ હતી અને કંપનીએ આ ટ્રકમાં એક વિશેષ ટાયરનો ઉપયોગ પણ કર્યો છે. ફ્યૂચરિકમ બ્રાન્ડની પાછળ કંપની Designwerk Products AG ના સીઈઓ એડ્રિયન મેલિગરે કંપનીની અધિકૃત વેબસાઈટ પર જણાવ્યું કે આ ઈલેક્ટ્રિક ટ્રકમાં 680 કિલોવોટ કલાકની બેટરીની ક્ષમતા છે જે બોર્ડ પર યુરોપમાં સૌથી મોટી ટ્રક બેટરી છે. કંપની દ્વારા કહેવાયું છે કે તેમના ટ્રક સિંગલ ચાર્જમાં વધુમાં વધુ 760 કિમી સુધીની મુસાફરી કરવામાં સક્ષમ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More