Home> World
Advertisement
Prev
Next

3 મહિના પહેલા બાળકનો જન્મ, મેટરનિટી લીવ પર રહેલી આ ગુજરાતી મૂળની મહિલાની FBએ કરી છટણી

ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં મોટા પાયે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. માર્ક ઝુકરબર્ગે બુધવારે એક ઝટકામાં 11000થી વધુ કર્મચારીઓને કાઢી મુકવાનું ફરમાન જાહેર કરી દીધુ છે. 

3 મહિના પહેલા બાળકનો જન્મ, મેટરનિટી લીવ પર રહેલી આ ગુજરાતી મૂળની મહિલાની FBએ કરી છટણી

વોશિંગટનઃ Facebook (Meta) LayOff: ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં મોટા પાયે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. માર્ક ઝુકરબર્ગે બુધવારે એક ઝટકામાં 11000થી વધુ કર્મચારીઓને બહાર કરવાનું ફરમાન જાહેર કરી દીધું. મેટામાં જે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે, તેમાં એક ગુજરાતી મૂળની મહિલા પણ છે. આ મહિલાનું નામ એનેકા પટેલ છે અને તે કંપનીમાં કમ્યુનિકેશન મેનેજરના પોસ્ટ પર હતી. ફેસબુકે એનેકા પટેલને પણ બહારનો રસ્તો દેખાડી દીધો છે. 

fallbacks

મહિલાએ લખી ભાવુક પોસ્ટ
મહિલાએ લખ્યું, 'હું  મારી ત્રણ મહિનાની પુત્રી એમિલિયાને રાત્રે 3 કલાકે ફીડ કરાવવા માટે ઉઠી હતી. થોડીવાર બાદ મેં મારો ઈમેલ ચેક કર્યો, કારણ કે હું મેટામાં છટણીના સમાચારથી વાકેફ હતી. ત્યારે મેં જોયું કે મારા ઈમેલ પર પણ છટણીનો લેટર આવ્યો છે. મારા હોશ ઉડી ગયા, હું ખરેખર તૂટી ગઈ. એનેકાએ કહ્યું કે માતા બન્યા બાદ શરૂઆતી કેટલાક મહિના પડકારજનક હોય છે, હવે તેની સામે વધુ એક પડકાર છે. નોંધનીય છે કે એનેકા પટેલની મેટરનિટી લીવ ફેબ્રુઆરી 2023માં સમાપ્ત થઈ રહી છે, પરંતુ ફેસબુકે તેને પહેલા બહાર કરી દીધી. એનેકાએ પોતાની લિંક્ડઇન પોસ્ટ દ્વારા આ વાત જણાવી છે.'

fallbacks

તેણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે હાલ તેનું ધ્યાન પોતાની ત્રણ મહિનાની પુત્રી એમીલિયા પર લગાવશે અને નવા વર્ષે ફરી નવું કામ કરશે. નોંધનીય છે કે એનેકાની જેમ ઘણા કર્મચારીઓએ પોતાની દુખભરી કહાની જણાવી છે. તેમાંથી એક ભારતીય યુવા હિમાંશુ વી પણ સામેલ છે. 

જોઈનિંગના બે દિવસ બાદ બહાર
હિમાંશુએ લિંક્ડઇન પર પોતાનું દુખ શેર કરતા લખ્યું કે તેની સાથે જે થયું તેનાથી તે પરેશાન છે. હિમાંશુએ જણાવ્યુ કે તે મેટા જોઈન કરવા માટે કેનેડા પહોંચ્યો અને ત્યાં નોકરી જોઈન કરી. ઓફિસ જોઈન કર્યાના બે દિવસ બાદ કંપનીએ તેને બહારનો રસ્તો દેખાડી દીધો અને આ રીતે તેની નાની યાત્રા સમાપ્ત થઈ ગઈ.

હિમાંશુએ આગળ લખ્યું- હું તે બધા લોકોની સાથે છું જે અત્યારે એક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. હવે મારૂ શું થશે? ઈમાનદારીથી કહુ તો મારી પાસે કોઈ આડિયા નથી. હવે આગળ શું થશે તેની રાહ જોઈ રહ્યો છું. જો તમને કેનેડા કે ભારતમાં સોફ્ટવેર એન્જિનિયર માટે કોઈ હાયરિંગ કે પોસ્ટ મળે છે તો મને જાણ કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More